વડોદરા: નવવધૂના હાથનો મહેંદીનો રંગ પણ ના ઉતર્યો ત્યાં તો કપરો અકસ્માત ભરખી ગયો ! લગ્નને ફક્ત 20 દિવસ થયા…
આ વર્ષમાં ઘણા એવા ઉતાર ચડાવ આવ્યા અને ઘણી એવી સારી વાતો તો તો અનેક એવી દુઃખની ઘટનાઓ પણ સામે આવી હતી, એવામાં નવસારીમાં આજ સવારે અકસ્માતની એક ઘટના સામે આવી હતી જેમાં એક સાથે નવ લોકોના મૃત્યુ થતા આ ઘટના આખા દેશમાં ગુંજી ઉઠી હતી. એવામાં ફરી એક વખત ગુજરાતના વડોદરા શહેરમાંથી અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં BMWમાં નવયુગલ કુળદેવીના દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી જેમાં નવવધૂનું કરું મૃત્યુ નીપજ્યું હતું.
શહેરના ઓલ્ડ પાદરા રોડ નજીક આવેલ શિવશક્તિ સોસાયટી આવિષ્કાર કોમ્પ્લેક્સ પાછળ રહેતા ઉદ્યોગપતિ ઊર્મિલ નલિનકાંત શાહ પોતાની જીઆઇડીસી કંપની ધરાવે છે, તેઓના મોટા ભાઈ અમિતભાઇ, તેમનો પુત્ર ઉત્સવ અને તેઓની દીકરી પૂર્તિ સહપરિવાર સાથે રહે છે. અમિતભાઇના પુત્ર ઉત્સવના લગ્ન હજુ 20 દિવસ પેહલા જ થયા હતા. એવામાં ઉર્મીલભાઈ શાહ પોતાની ફોર્ડ એન્ડેવર કારમાં પતિની દિશાબેન, મોટાભાઈ અમિતભાઇ સહીતના પરિવારજનો સાથે કુળદેવીના દર્શને ગયા હતા.
કુળદેવીના દર્શને નવવિવાહિત યુગલ ઉત્સવ પોતાની BMW કાર લઈને પોતાના કાકા ઉર્મીલભાઈ અને સહપરિવાર જોડે જઈ રહ્યો હતો. ઉસ્તવભાઈ સાથે તેની કારમાં તેમની પત્ની મૃગ્નાબેન તથા પોતાની બહેન પુર્તીબેનને બેસાડી કુળદેવીના દર્શને ઢસા ગયા હતા, ગુરુવારના રોજ આ બે કારમાં ઢસા ગામેથી વડોદરા પરત ફરતા બપોરના 3:30 વાગ્યાના ટકોરે BMW ચલાવનાર ઉત્સવભાઈ પિતા અમિતભાઇ શાહની આગળ જતી કારને ઓવરટેક કરવા જતા ઝોકું આવી ગયું હતું.
જેના કારણે આ કાર આગળ જતા ટ્રકમાં ઘુસી ગઈ હતી, જેથી મૃગ્નાબેનને શરીર અને માથાના ભાગ પર ગંભીર ઇજા થતા તેઓ મૌતને ભેટી ગયા હતા, જયારે તેઓના પતિ ઉત્સવભાઈ તેમ જ બહેન પુર્તીબેન ઈજાઓ થઇ હતી. આ ઘટના બનતા ઊર્મિલ નલિનકાંત શાહે તારાપુર પોલીસમાં અકસ્માતનો રિપોર્ટ લખાવ્યો હતો.ઉર્મીલશાહના ભત્રીજા ઉત્સવને લગ્નના હજી ફક્ત 20 દિવસ જ થયા હતા ત્યાં આવી ઘટના બની જતા શાહ પરિવારમાં માતમ છાવ્યો હતો.