મધ્યમ વર્ગનું સપનું થશે સાકાર આવી ગઈ દુનિયાની સૌથી સસ્તી ગાડી જાણો કિંમત! ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રે ભારતની હરણફાળ
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમયમાં વાહનો દરેક વ્યક્તિ માટે ઘણા જરૂરી બની ગયા છે કારણકે દરેક વ્યક્તિ ને પોતાના અનેક કામને લઈને એક જગ્યાએ થી બીજી જગ્યાએ જતા હોઈ છે આ માટે લોકો પોતાના કે જાહેર વાહનોનો ઉપયોગ કરે છે. પરંતુ દેશ ના મોટા ભાગના મધ્યમ વર્ગનું સપનું પોતાની ગાડી ખરીદવાનું હોઈ છે. આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિ ની ઈચ્છા જીવનમાં એક વખત ગાડી ખરીદવાની હોઈ છે.
પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે દરેક લોકો ગાડી ખરીદી શકતા નથી કારણ કે ગાડીની કિંમતો ઘણી વધુ હોઈ છે. ઉપરાંત ગાડીને જાળવણી નો ખર્ચ અને દિન પ્રતિદિન પેટ્રોલ અને ડીઝલ ના વધતા ભાવના કારણે લોકો ગાડી અફોર્ડ કરી શકતા નથી. જો કે છેલ્લા ઘણા સમયથી દેશ ના લોકો પેટ્રોલ અને ડીઝલ ને બદલે ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે જેના કારણે તેમને પેટ્રોલ ની વધતી કિમતો નો પણ સામનો કરવો પડતો નથી અને આવા વાહનો પર્યાવરણ માટે પણ મદદરૂપ છે.
જો કે હાલમાં ભારત ની એક કંપનીએ એવી ઈલેક્ટ્રોનિક ગાડી બનાવી છે કે જેના કારણે મધ્યમ વર્ગનું ગાડી ખરીદવાનું સપનું પૂરું થઇ જશે. જો વાત આ નવી ઈલેક્ટ્રોનિક ગાડી અંગે કરીએ તો જણાવી દઈએ કે આ ગાડી મુંબઈ માં આવેલ સ્ટ્રોમ મોટર્સ દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેમના કહેવા પ્રમાણે આ ગાડી વિશ્વની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક ગાડી છે. આ ગાડીને ખાસ મધ્યમ વર્ગના લોકો માટે તૈયાર કરવામાં આવી છે કે જેથી ગાડી ચલાવવા માટે તેમને વધુ ખર્ચ ના કરવી પડે.
જો વાત આ ગાડી અંગે કરીએ તો કંપનીએ પોતાની R૩ મોડલ ની ગાડી લોન્ચ કરી છે. આ ગાડીમાં બે લોકોની બેઠવાની ક્ષમતા છે. ગાડીમાં પાછળ ના ભાગે એક જયારે આગળ ના ભાગે બે ટાયર છે. એક વખત ચાર્જ કર્યા પછી ગાડી ૨૦૦ કિમી અંતર કાપી શકે છે. હવે સૌથી મહત્વની વાત ગાડીની કિમત અંગે કરીએ તો આ ગાડી હાલમાં ૪.૫ લાખ રૂપિયામાં મળશે.
જો કે હજુ સુધી આ ગાડીને આખા દેશ માટે લોન્ચ કરવામાં આવી નથી. કંપની ના જણાવ્યા અનુસાર આ ગાડી અત્યાર માટે મુંબઈ, થાણે, નવી મુંબઈ અને નવી દિલ્લી તથા ગુરુગ્રામ અને નોઇડા માં વહેચવામાં આવશે. અહી ગ્રાહકો માત્ર ૧૦ હજાર ના ડાઉન પેમેન્ટ સાથે ગાડી ખરીદી કરી શકશે.