ટેસલાને ટક્કર આપશે આ ગુજરાતી બીઝનેસમેન! બનાવશે એવી ઈલેકટ્રીક કાર અને ટ્રક કે ખાસીયત જાણી….
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાને કારણે હવે લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ આગળ વધી રહ્યા છે ત્યારે ઇલેક્ટ્રિક કાર માં અત્યારે સૌથી મોટું નામ હોય તો એ છે ટેસ્લા કંપનીનું જેના માલિક elon musk ! તો આખી દુનિયામાં અત્યાર સુધીમાં અનેક કારોનું વેચાણ કર્યું છે ત્યારે હવે ગુજરાતમાં પણ ઇલેક્ટ્રિક કાર બનાવવામાં આવશે મૂળ બોરસદના એક પટેલ બિઝનેસમેન એક અમેરિકાની અમેરિકા કંપની સાથે ટાઈપ કરીને ઈલેક્ટ્રીક આનું નિર્માણ કરશે.
બોરસદ ના બીઝનેસમેન હિંમાશુ પટેલે યુ.એસ ની કંપની ટ્રાઈટન કંપની સાથે મળી ને ગુજરાત મા કાર બનાવશે આ અંગે ગુજરાત સરકાર સાથે 4 એપ્રીલ ના રોજ એક કરાર કરવામા આવશે. આ અંગે મીડિયા સાથે વાતચિત કરતા હિંમાશુ પટેલે જણાવ્યું હતુ કે અમે ગુજરાત મા 600 એકરથી વધુ વિસ્તારમાં 3 મિલિયન ચોરસ ફૂટનો અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવીએ છીએ.
આ અંગે હિંમાશુ પટેલે વધુ મા જણાવ્યું હતુ કે હુ જયારે ગુજરાત આવ્યો હતો ત્યારે ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી અને ગુજરાત મા ઈલેકટ્રીક કાર ના મેન્યુફેકચરીંગ અંગે વિસ્તૃત ચર્ચા થય હતી.અમે ગુજરત મા કાર સાથે ઈલેકટ્રીક ટ્રક પણ બનાવવા માંગીએ છીએ.
હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનની સાથે અમે ઈલેક્ટ્રિક વાહનોનું નેટવર્ક પણ સ્થાપિત કરીશું. અમે ટૂંક સમયમાં બેટરી ઉત્પાદકો, ઓટો પાર્ટ્સ ઉત્પાદકો અને ચાર્જિંગ સ્ટેશન ઉત્પાદકો સાથે વાતચીત કરીશું. કંપનીની વેબસાઇટ અનુસાર, ટ્રાઇટન ઇલેક્ટ્રિક કાર, ટ્રક અને સંરક્ષણ વાહનોનું ઉત્પાદન કરે છે.
જો હિંમાશુ પટેલ ની વાત કરીએ તો ગુજરાતના આણંદ નજીકના બોરસદના વતની છે. લગભગ દોઢ દાયકાથી યુએસમાં ઈલેક્ટ્રોનિક્સ અને ઈલેક્ટ્રિક વ્હીકલ સેક્ટર સાથે સંકળાયેલા છે. તેઓએ બે કંપનીઓ ટ્રાઈટન સોલર અને ટ્રાઈટોન ઈવી બનાવી છે.
ટ્રાઇટોન સોલર પાવર સ્ટોરેજ અને બેટરી પર કામ કરે છે, જ્યારે ટ્રાઇટોન ઇવી ઇલેક્ટ્રિક કાર અને ટ્રક બનાવે છે. તેઓ કોંગ્રેસમૈન પીટ સેશન્સના ક્રિપ્ટો ટેકનિકલ વર્કિંગ ગ્રૂપના મુખ્ય આર્થિક વિકાસ અને ઉર્જા સલાહકાર પણ છે.