નવું વર્ષ બન્યું જીવન અંતિમ દિવસ! ST બસે યુવાનનું માથું કચડી નાખતા જીવ ગુમાવ્યો…
ખરેખર જીવનમાં મોત ક્યારે લખાયેલું હોય એ વાત કોઈ નથી જાણતું. આમ પણ કહેવાય છે ને કાળ ગમે ત્યારે ભરખી જાય છે. હાલમાં જ દિવાળીના તહેવારમાં અનેક ઘરમાં દિવાળી અંધકાર લઈને આવી. અનેક પરિવારો દિવાળીનો તહેવાર પણ શોકમગ્ન રીતે જ મનાવેલ છે.હાલમાં જ ગઈ કાલે નવા વર્ષના દિવસે જ રાજકોટમાં એક ગંભીર અકસ્તમાત થતાં ખૂબ જ ગંભીર દુર્ઘટના બની હતી. આ ઘટનાને કારણે પરિવારનું નવું વર્ષ માતમ બની ગયું.
કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિરની સામે કણકોટના પાટીયા પાસે ગાંધીનગર-રાજકોટ-જામજોધપુર રૂટની GJ-18-Z-5894 નંબરની એસટી બસે બાઇકને અડફેટે લેતા એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.એસટી બસનું વ્હિલ યુવાનના માથા પરથી ફરી વળ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ખરેખર આ ઘટનાથી સૌથી મોટો આઘાત પરિવારને લાગ્યો છે. વર્ષના નવા દિવસ જ પરિવારે પોતાનો લાડકવાયો દીકરો ગુમાવી દીધો.
આપણે સૌ કોઇ જાણીએ છે કે, પરિવારમાં અનેક એવી ઘટનાઓ બનતી હોય છે, જેના પગલે બધું જ એક પળમાં બદલાય જાય છે. આ ઘટના જાણ થતા પોલીસ દોડી આવી હતી. બાઇકના નંબર GJ-03-EH-5269 છે. પોલીસે હાલ યુવાનના મૃતદેહને પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ભગવાન મૃતકનાં આત્માને શાંતિ આપે તેમજ પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે એજ પ્રાર્થના.