જન્મતાવેંત મા ગુમાવી છતાં આ બાળકનાં એક સ્મિત ઈશ્વરની આંખોમાં આંસુઓ છલકાવી દીધા..
કુદરતની લીલાઓ અનોખી છે,એ માણસ સાથે જે પણ લીલાઓ કરે છે તે ખરેખર ન્યારી જ હોય છે જેને આપણે ક્યારેય નથી સમજી શકતા. આજે આપણે એક એવી કરુણદાયક ઘટના વિશે જાણીશું જેનાથી તમારા ચહેરા પર આપમેળે સ્મિત રેલાઈ જશે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, નાનું બાળક ઈશ્વરનું રૂપ હોય છે અને તેને જોતા જ જીવનના સારા દુઃખ ભુલાઈ જાય છે.
જ્યારથી કોરોના આવ્યો ત્યારે અનેક માતાઓ પોતાના બાળકને ગુમાવ્યા છે તો કોઈ સંતાન માં વીનાનું નોંધારું થયું છે. આજે અમે આપને એક એવા સંતાન વિશે જણાવીશું જે ખૂબ જ ચર્ચાનું વિષય બન્યું છે. વાત જાણે એમ છે કે, એ ગર્ભવતી મહિલા બાળકને જન્મ આપ્યો અને જન્મ આપતાની સાથે જ મહિલા દુનિયાને અલવિદા કહી દીધુ.
જે બાળક જન્મ્યું તે કોરોનાથી પીડિત હતો. માનો જીવ તો ડોકટર ન બચાવી શક્યા પરતું ભગવાન આ બાળકને જીવ આપ્યો. 19 દિવસ સુધીની સતત ડોક્ટરની સારવાર થકી આ નવજાત બાળક સ્વસ્થ થતા પરિવારને બાળક સોંપ્યું ત્યારે બાળક ડોકટર સામું જોઈને સ્મિત આપ્યું. આ માત્ર સ્મિત ન હતું પરંતુ તે આભાર વ્યક્ત કરતો હતો. ખરેખર નવજાત બાળક ભલે સમજી ન શકે કે, બોલી ન શકે પરંતુ તે લાગણી સમજી શકે છે.
આ વાત માંગરોળની છે, જ્યાં નવજાત બાળકને બચાવવા માટે ડોક્ટર્સની ટીમ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતાં. જેમાં બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું. જ્યાર બાદ ઓક્સિજન પર રાખવામાં આવ્યું અને ધીમે ધીમે રિકવરી આવતા તેને દૂધ આપવામાં આવ્યું. આખરે 19 દિવસની સારવાર બાદ બાળક સ્વસ્થ થતાં 29 મે ના રોજ તેના પરિવારને સોંપવામાં આવ્યું. આ બાળકને ભલે હજું કશી ખબર ન પડતી હોય પણ તેના એક સ્મિતે આ કુદરતી બલિહારી કેવી છે તેનું ઉદાહરણ પુરુ પાડ્યું હતું.