Gujarat

કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર! અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી મોટી આગાહી, જાણો ક્યાં અને ક્યારે થશે…

ગુજરાતમાં ગરમીનો ભારે પ્રકોપ જોવા મળી રહ્યો છે. ગરમી એટલે હદ સુધી વધી ગઈ છે કે, લોકો પરેશાની અનુભવી રહ્યા છે, કારણ કે આકરી ગરમીમાં કારણે લુ અને હિટ સ્ટ્રોકના બનાવ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે. હાલમાં જ ભારે ગરમી વચ્ચે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. ચાલો અમે આપને જણાવીએ કે અંબાલાલ પટેલે શું આગાહી કરી છે?

પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ગુજરાતમાં ભારે અંગ દઝાડતી ગરમી પડી રહી છે, ત્યારે લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. ખુશીની વાત એ છે કે, આગામી ૪ દિવસ બાદ ગરમીમાંથી રાહત મળશે.

આગાહી પ્રમાણે તા. 26મી મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થવાનો શક્યતા રહેશે. આ પ્રિમોનસૂન એક્ટિવિટી આંધી વંટોળ સાથે રહેવાની શક્યકતા રહેશે. આ ઉપરાંત ચોમાસું વહેલું આવવાની શક્યતા રહેશે.

તારીખ 7થી 14 જૂનમાં મૃગશીષ નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 14થી 28માં આંધી વંટોળ અને તેજ ગતિના પવન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. આ સિવાય જુલાઈ અને ઓગસ્ટમાં ખૂબ જ સારો વરસાદ થશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!