આવી ખાસ અને દુનિયાની સૌથી મોંઘી વસ્તુ ઓ ની માલકીન છે નિતા અંબાણી ?? પાંચમી વસ્તુ જોઈ આંચકો.
1- એન્ટિલિયા: મુકેશ અંબાણીના આલીશાન બંગલા ‘એન્ટીલિયા’ વિશ્વની બીજી સૌથી મોંઘી મિલકત છે. અહેવાલો અનુસાર, આ 27 માળની ઇમારતની કિંમત 12,000 કરોડ રૂપિયા છે. એન્ટિલિયા દક્ષિણ મુંબઈમાં અલ્ટામાઉન્ટ રોડ પર 4 લાખ ચોરસ ફૂટમાં બનેલી છે. 2010માં પૂર્ણ થયેલ આ ઘરની જાળવણી 600 કર્મચારીઓ કરે છે. એન્ટિલિયાની નીચે પ્રારંભિક 6 માળ પાર્કિંગ માટે છે. જેમાં એક સાથે 168 કાર પાર્ક કરી શકાય છે. પાર્કિંગની ઉપરના ફ્લોરમાં 50 સીટર સિનેમા હોલ અને તેની ઉપર એક આઉટડોર ગાર્ડન છે. અંબાણીના ઘરમાં એક માળથી બીજા માળે જવા માટે 9 લિફ્ટ છે. ઘરમાં 1 સ્પા અને મંદિર પણ છે. આ સિવાય અહીં એક યોગ સ્ટુડિયો, આઈસ્ક્રીમ રૂમ, ત્રણ સ્વિમિંગ પૂલ અને હેલિપેડ પણ છે.
2- સ્ટોક પાર્ક: મુકેશ અંબાણીએ 22 એપ્રિલ, 2021ના રોજ બ્રિટનની પ્રખ્યાત કન્ટ્રી ક્લબ અને લક્ઝરી ગોલ્ફ રિસોર્ટ ‘સ્ટોક પાર્ક’ ખરીદી હતી. લગભગ 300 એકરમાં બનેલ આ સ્ટોક પાર્ક બકિંગહામશાયરમાં આવેલું છે. મુકેશ અંબાણીએ તેને ખરીદવા માટે લગભગ 600 કરોડનો ખર્ચ કર્યો છે. તમને જણાવી દઈએ કે જેમ્સ બોન્ડની બે ફિલ્મો ‘ગોલ્ડફિંગર’ (1964) અને ‘ટુમોરો નેવર ડાઈઝ’ (1997)નું શૂટિંગ અહીં થયું હતું.
3- હેમલીઝ ટોય કંપની: 9 મે, 2019 ના રોજ, મુકેશ અંબાણીએ બ્રિટિશ રમકડા બનાવતી કંપની હેમ્લીઝને ખરીદી. હેમલીઝ એ વિશ્વની સૌથી જૂની અને સૌથી મોટી રમકડાની કંપની છે. રિપોર્ટ્સ અનુસાર, મુકેશ અંબાણીએ આ કંપનીને 67.96 મિલિયન પાઉન્ડ (લગભગ 620 કરોડ રૂપિયા)માં ખરીદી છે. આ કંપનીની સ્થાપના 1760માં વિલિયમ હેમ્લી દ્વારા કરવામાં આવી હતી. વિશ્વભરમાં તેના 115 થી વધુ સ્ટોર્સ છે.
4- IPL ટીમ મુંબઈ ઈન્ડિયન્સ: મુકેશ અંબાણી IPL ટીમ ‘મુંબઈ ઈન્ડિયન્સ’ના માલિક પણ છે. મુકેશ અંબાણીએ આ ટીમને વર્ષ 2008માં ખરીદી હતી. તે IPLની સૌથી મોંઘી ટીમ પણ છે. રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણીએ આ ટીમને લગભગ 750 કરોડ રૂપિયામાં ખરીદી હતી. આ ટીમ અત્યાર સુધીમાં પાંચ IPL મેચ જીતી ચૂકી છે. આજના યુગમાં આ ટીમની કિંમત લગભગ 10 હજાર કરોડ રૂપિયા છે.
5- મેન્ડરિન ઓરિએન્ટલ હોટેલ (ન્યૂ યોર્ક): મુકેશ અંબાણીએ જાન્યુઆરી 2022માં ન્યૂયોર્કની પ્રખ્યાત હોટેલ મેન્ડરિન ઓરિએન્ટલમાં મોટો હિસ્સો ખરીદ્યો છે. રિપોર્ટ અનુસાર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીયલ ઈન્વેસ્ટમેન્ટ્સ એન્ડ હોલ્ડિંગ્સે લગભગ $98 મિલિયન (રૂ. 730 કરોડ)માં હોટલનો 73% હિસ્સો ખરીદ્યો હતો. 46 માળની આ હોટેલ ન્યૂયોર્કની સૌથી મોંઘી જગ્યા મેનહટનમાં છે. આ હોટલમાં 202 રૂમ અને 46 સ્યુટ છે. હોલીવુડના ઘણા સ્ટાર્સ અવારનવાર અહીં રહે છે.