નીતાબેન અંબાણીની સાદગી તો જુઓ!! જામનગરના લાલપુર ગામની મુલાકાતે ગયા અને ગુજરાતીમાં લોકો સાથે એટલી સુંદર વાત કરી કે તમે વખાણશો…
અંબાણી પરિવારને આખા ગુજરાતમાં જ નહીં પરંતુ આખા ભારત દેશની અંદર સૌ કોઈ ઓળખે છે, એટલું જ નહીં દેશ વિદેશમાં પણ અંબાણી પરિવારની ઘણી ચર્ચા રહેતી હોય છે કારણ કે આખા વિશ્વમાં સૌથી ધનિક વ્યક્તિઓમાં મુકેશભાઈ અંબાણીનું નામનો સમાવેશ થાય છે આથી જ અંબાણી પરિવારને સૌ કોઈ ઓળખતું થયું છે, એવામાં અંબાણી પરિવાર પોતાની લાઈફસ્ટાઇલ અને જીવનને લઈને ખુબ જ વધારે ચર્ચિત રહેતો હોય છે તેવામાં તેમના વિશેબધા રોજબરોજના અનેક વિડીયો તથા સમાચાર સામે આવતા હોય છે.
તેવામાં સોશિયલ મીડિયા પર હાલ નીતાબેન અંબાણીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે નીતાબેન અંબાણી જામનગરના એક ગામની મુલાકાતે જાય છે અને ગ્રામજનોનો હાલચાલ પૂછે છે અને ગામના લોકોની તબિયત પાણીપુછે છે.
તમને જણાવી દઈએ કે જામનગર શહેરના લાલપુરના તેઓ મેહમાન બન્યા હતા જ્યાં તેઓ થાંભલા વિસ્તારની અંદર આવેલ બાંધણી કેન્દ્રની મુલાકાતે પોહચ્યાં હતા અને ગામ વિશે માહિતી મેળવી હતી અને ગ્રામજનોના હાલચાલ પૂછ્યા હતા.આ અંગેના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વધારે વાયરલ થઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા પર સૌ કોઈ તેમની આવી સાદગીના ખુબ જ વખાણ કરી રહ્યા છે.
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે નીતાબેન અંબાણી ગામમાં આવે છે અને સૌને કહે છે “મજા માઁ..” જેનો જવાબ ગ્રામજનો ખુબ સુંદર રીતે આપે છે જે બાદ નીતાબેન ગામ અંગેની માહિતી મેળવે છે અને પૂછે છે “આ ગામમાં કેટલા લોકો રહે છે??” આવી રીતે અનેક સવાલો પૂછ્યા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.. તમારું આ વિડીયો વિશે શું કેહવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો
View this post on Instagram