નાયગ્રા ધોધને જોવા ન્યુ યોર્ક જવાની જરૂર નથી! ચોમાસાની ઋતુમાં ગુજરાતના આ ચાર ધોધ જોવા જરૂર જજો, જાણો કયા આવેલા છે….
હાલમાં ગુજરાતમાં ચોમાસાની ઋતુમાં અનેક જગ્યાએ લીલીછમ હરિયાળી છવાઈ ગઈ છે, ત્યારે આજે અમે આપને એવા સ્થળો વિશે જણાવીશું, જ્યાં તમારા વિકેન્ન્ડમાં દિવસો વિતાવી શકશો, આ સ્થળોએ ખૂબ જ નયનરમ્ય ધોધ આવેલા છે. ચાલો અમે આપને વિગતવાર માહિતી જણાવીએ કે, આ ધોધની મુલાકાત શા માટે કેવી જોઈએ?
ડાંગ – ડાંગનું કુદરતી સુંદરતા ખૂબ જ અતૂટ છે, અને અહીંયાના જંગલ સૌથી મનમોહક છે, ખાસ કરીને ત્યારે વરસાદની મોસમમાં અહીં સ્વર્ગ સમાન વાતવરણ બની જાય છે, ખાસ કરીને ગીરા ધોધ પર નયનરમ્ય નઝારા જોવા મળી રહ્યા છે. નદીમાં ધોધ પડતા તેની ખૂબસૂરતીમાં વધારો થયો છે.
ગીરમાળ ધોધ એક એવી જગ્યા છે, ક્યાં કુદરત સોળેકળાએ ખીલી ઉઠે છે, ખાસ કરીને જો તમારે કુદરતી સૌંદર્ય નિહાળવું હોય તો તમે આહવાના સુબીર ગામે જઈને તેની ખૂબસૂરતી નિહાળી શકો છો.
જમજીર ધોધ ગાંડી ગીરના ખોળે આવેલું છે, અહીંયાની સુંદરતા અકલ્પનીય છે તેમજ ગીરમાં આવેલ જમજીર ધોધ પર પણ સુંદર દ્રશ્યો સર્જાયા હતા. જમજીરનો ધોધ નાયગ્રા ધોધ સમાન છે.
નખત્રાણા – સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે કચ્છ કેવી રીતે બાકી રહી જાય. ત્યારે કચ્છના અનેક વિસ્તારમાં વરસાદને કારણે કુદરતી સૌંદર્ય જોવા મળી રહ્યું છે. જેમાં નખત્રાણામાં ખૂબસૂરત નઝારા સર્જાયા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.