કોઈ ગુજરાતી કે બીજી કોઈ વાનગી નહિ પરંતુ આ ખાસ વાનગીના દીવાના છે મુકેશભાઈ અંબાણી!! હજી ખાવા જાય છે આ જગ્યાએ… જાણો પુરી વાત
એશિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાં મુકેશ અંબાણીનું નામ મોખરે આવે છે, અબજોપતિ હોવા છતાં પણ મુકેશ અંબાણી એકદમ સરળ અને સાદગીભર્યું જીવન જીવે છે. આજે અમે બ્લોગના માધ્યમથી જણાવીશું કે, મુકેશ અંબાણીને ભોજનમાં સૌથી વધુ શું ભાવે છે? તમને જાણીને આશ્ચર્ય થશે કે મુકેશ અંબાણી ગુજરાતી હોવા છતાં પણ તેમને આ ભોજન ખૂબ જ પ્રિય છે. ચાલો અમે આપને વિગતવાર માહિતી આપીએ કે, મુકેશ અંબાણીને ભોજનમાં સૌથી વધુ શું ભાવે છે?
એક ઇન્ટરવ્યું દરમિયાન મુકેશ અંબાણી એ જણાવેલું કે તેમને સાઉથ ઇન્ડીયન ભોજન ખૂબ જ ભાવે છે, ખાસ કરીને ઈડલી સાંભર ખૂબ જ પસંદ છે તેમજ મુંબઈમાં ” મૈસુર કેફે” તેમની ફેવરિટ જગ્યા છે, જ્યાં તેઓ સાઉથ ઇન્ડીયન ફૂડ ખાવાનું સૌથી વધારે પસંદ કરે છે. મુકેશ અંબાણી એ કહ્યું કે, જ્યારે હું મુંબઈમાં કેમિકલ એન્જનિયરીંગ કરતો હતો ત્યારે વર્ષ ૧૯૭૪ થી લઈને ૧૯૭૮ સુધી મારી ફેવરીટ જગ્યા હતી.
આ વાત સાંભળીને ઇન્ટરવ્યૂકારે કહ્યું કે, હવે તો મૈસુર કેફે તમારે જવાની જરૂર નથી મૈસુર કેફે તમારી પાસે આવતું હશે, ત્યારે મુકેશ અંબાણીએ કહ્યું કે હા! અમે પણ ત્યાં જઈએ છીએ અને એ લોકો પણ અમારે ત્યાં આવે જ છે.
ખરેખર આ વાત પરથી ચોક્કસ કહી શકાય કે મુકેશ અંબાણી આજે ભલે દેશના સૌથી ધનિક વ્યક્તિ છે પરંતુ તેઓ આજે પણ જમીન સાથે જોડાયેલ માણસ જ છે.
કરોડોની સંપત્તિ હોવા છતાં પણ તેઓ એ પોતાની સાદગી નથી છોડી.
હાલમાં જ જ્યારે જામનગરના જોગવડ ખાતે અનંત અને રાધિકાના પ્રિ વેડિંગ સેલિબ્રેશન પૂર્વે ગામના લોકો માટે જમણવાર રાખવામાં આવ્યો હતો ત્યારે મુકેશ અંબાણીએ ભરેલા મરચાના ભજીયાની સ્વાદ માણ્યો હતો અને તેમને જણાવેલું કે, મને ભજીયા બહુ ભાવે છે તેમજ મસાલેદાર અને તડેલું તો હું ખાવ છું, ૬૦ વર્ષ પછી સુગર લેવાનું છોડી દીધું છે. ખરેખર મુકેશ અંબાણી પરિવારની આ જ સાદગી એ સૌ કોઈનું દિલ જીતી લીધું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.