એક બે નહી એક સાથે 8 સિંહ અમરેલી ના આ ગામ મા આવ્યા ! જુઓ વિડીઓ દીલધડક દૃશ્યો સર્જાયા….
જ્યારથી ઇન્ટરનેટ નો જમાનો આવ્યો છે ત્યારથી સોશિયલ મીડિયા ના કોઈ ના કોઈ પ્લેટફોર્મ માં એવા અજીબો ગરીબ કિસ્સાઓ અને વિડીયો જોવા મળી જતાં હોય છે કે જે જોઈને આપણે અચરજ પામી જતાં હોઈએ છીયે . એમાં પણ વાઇરલ થતાં વિડિયોમાં તો ઘણીવાર એવા ખૂંખાર જાનવરોના વિડીયો જોવા મળી જતાં હોય છે કે જે જોઈને ભલભલા લોકોને પરસેવો છૂટી જતો હોય છે અને દ્ર્શયો જોઈને હોશ ખોઈબેસતા હોઈએ છે. એમાં પણ જો કોઈ વાઘ કે સિંહ જેવા જંગલી જાનવરો નો વિડીયો જોવા મળી જાય તો તો પછી કેવાનું જ શું હોય.
ત્યારે હાલમાં જ અમરેલી ના એક ગામમાથી સીસીટીવી ના ફૂટેજ માં એવા દ્ર્શયો જોવા મળી આયા છે કે જે જોઈને નાનાં બાળકો તો શું મોટા લોકો પણ કંપી ગ્યાં છે. જી હા અમરેલી ના અમરેલીમાં તો હવે ધોળે દિવસે પણ સિંહો લટાર મારવા કે શિકાર ની શોધવા ગામમાં આવી ચડતા હોય છે ત્યારે આવા એક કે બે નહીં પરંતુ 8 સિંહો નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે જે વિડીયો રાજુલાના રામપરા ગામથી સામે આવ્યો છે. જે વિડિયોમાં એક સાથે 8 સિંહો ગામમાં રસ્તા પર રાતના સમયે લટાર મારતા નજર આવે છે.
વાઇરલ થઈ રહેલા આ વિડિયોમાં જોઈ શકો છો કે 8 જેટલા સિંહો ગામમાં બિન્દાસ્ત થઈને ફરી રહ્યા છે જેમાં રામપરા ગામના રહેનાકી વિસ્તારમાં રાતના સમયે સિહો દિવાલ પર છલાંગ લગાવીને ભાગદોડ કરતાં નજર આવી રહ્યા છે. જોવામાં એવું લાગી રહ્યું છે કે અહી આસપાસ વસવાટ હોવાના કારણે પાણી અને શિકાર ની શોધ માં સિંહો અહી આવ્યા છે. ત્યાં જ બીજી બાજુ આમ રસ્તા પર ખુલ્લે આમ સિંહો નો પહેરો હોવાથી ગામના લોકોની અંદર ભયનો માહોલ જોવા મળ્યો છે.
આમ ગામમાં એક સાથે 8 સિંહો નું આગમન થવાથી ગામના સરપંચ વનવિભાગ માં સિહોની અવરજવર ની રજૂઆત કરી છે. છતાં વારંવાર સિંહો અહી આવી ચઢે છે અને આથી ગામના લોકોમાં વનવિભાગ પ્રત્યે નારાજગી જોવા મળી છે. આની પહેલા રામપરા ગામના સરપંચ છનાભાઈ વાઘ એ લેખિત સ્વરૂપ માં વન વિભાગ અને સાંસદ માં આ અંગે રજૂઆત કરી હતી કે ગામના કીમતી પશુના શિકાર કરવામાં આવી રહ્યા છે અને તેના કારણે જો વન વિભાગ વધૂ વળતર આપે તો ખેડૂત ને મળી રહે.
આ સાથે જ વન વિભાગ પેટ્રોલીંગ કરીને સિહોને ગામથી દૂર ખસેડે. અમરેલી ના રાજુલા તાલુકાનાં રામપરા ગામમાં અવાર નવાર સિહો ઘૂસી આવે છે જેમાં એકવાર 3 સિંહો જોવા મળ્યા હતા અને હવે ગઈ રાત્રિએ એકસાથે 8 સિંહો આવી પહોચ્યા હતા જે ગામના સીસીટીવી માં સિંહ પોતાના પરિવાર સાથે ગામની સેર કરવા નીકળ્યો હોય એમ સ્પસ્ત જોવા મળ્યું હતું. ત્યારે સિંહો ના આમ આટાફેરાની ઘટના વાઇરલ થયા બાદ ગામના લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.