સાળંગપુર વિવાદ બાદ હવે, સાઉથના આ આભિનેતા એ પણ સનાતન ધર્મ પર ચીંધી આંગળીઓ, એવુ એવુ કહી દીધું કે તમારી ગુસ્સો…
હાલમાં ચારો તરફ સાંળગપુરનો વિવાદ વધ્યો છે, ત્યારે હાલમાં જ તમિલનાડુના મુખ્યમંત્રીશ્રીના દીકરા ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ પર વિવાદિત નિવેદન આપ્યું છે, આ નિવેદનના કારણે લોકોની લાગણી દુભાઇ છે. આ બનાવ અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ કે આખરે એવું તે શું નિવેદન તેમને આપ્યું છે.
તમને જાણીને નવાઈ લાગશે કે, ઉદયનિધિએ તેમના નિવેદનમાં સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ અને મલેરિયા સાથે કરી હતી. આ નિવેદન અંગે વધુ વિગતવાર જાણીએ તો ઉદયનિધિએ શનિવારે સનાતન ઉન્મૂલન સંમેલનમાં કહ્યું હતું કે સનાતન ધર્મ સામાજિક ન્યાય અને સમાનતાની વિરુદ્ધ છે.
અમુક વસ્તુઓનો વિરોધ ન કરી શકાય, તેને ખતમ જ કરી દેવા જોઈએ. આપણે ડેન્ગ્યુ, મચ્છર, મલેરિયા કે કોરોનાનો વિરોધ ન કરી શકીએ, આપણે તેને ડામવા પડશે. એ જ રીતે સનાતનને પણ સમાપ્ત જ કરવો પડશે.
સનાતન નામ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. તે સામાજિક ન્યાય અને સમાનતાની વિરુદ્ધ છે. ઉદયનિધિના નિવેદન સામે ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયાએ કહ્યું કે ઉદયનિધિ સ્ટાલિને દેશની 80 ટકા વસતીના નરસંહારનું આહ્વાન કર્યું છે.
મેં કોઈ નરસંહારની વાત કરી નથી. હું મારા નિવેદન પર કાયમ છું. હું ફક્ત હાંશિયામાં ધકેલાયેલા સમુદાયો તરફથી વાત કરી રહ્યો છું જે સનાતન ધર્મને કારણે પીડિત છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.