Health

જો તમને વારંવાર દુર્ગંધ ઓળકાર આવતા હોય તો આ ઘરેલુ ઉપચાર અપનાવો.

ઓડકાર એટલે પેટની ગેસ મોઢામાંથી બહાર નીકળવી. જેમાં ક્યારેક તો વિચિત્ર અવાજની સાથે વાસ પણ આવે છે. સામાન્ય રીતે ઓડકાર આવવા એ કોઈ બીમારીનો સંકેત નથી, પણ અસહજ પરિસ્થિતિ છે. ચાલો જાણીએ આ સમસ્યા જો તમને વારંવાર ઓળકાર આવતા હોય તો આ ઘરેલુ ઉપચાર જરૂર અપનાવો.

એક ગ્લાસ પાણીમાં 1 લીંબુનું રસ અને અડધી ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને પીવું. આનાથી ઓડકારની સમસ્યામાં આરામ મળશે. આનાથી પાચનતંત્ર પણ મજબૂત બનશે. આ પ્રાકૃતિક ઈનો તરીકે કામ કરે છે.

પપૈયાના સેવનથી પણ ઓડકાર અને પેટમાં થતાં ગેસની સમસ્યાને રોકી શકાય છે. પપૈયામાં પપાઈન નામનું એન્ઝાઈમ હોય છે, જે ગેસ્ટ્રિકની સમસ્યાઓને દૂર કરે છે. ગેસ એ ઓડકારનું મુખ્ય કારણ હોય છે. જેથી પપૈયાને પોતાના દૈનિક ખોરાકમાં સમેલ કરવું.

દહીંમાં બેક્ટેરિયા પેટ અને આંતરડાથી જોડાયેલી સમસ્યાઓને દૂર કરે છે, જો તમને દહીં ન ભાવતું હોય તો તમે છાશ પણ લઈ શકો છો. રેગ્યુલર ડાયટમાં દહીં કે છાશ સામેલ કરવાથી ઓડકારની સમસ્યામાં રાહત મળે છે.

વરિયાળી અને અજમો સરળતાથી મળી રહે છે અને સસ્તાં પણ હોય છે. ભોજન કર્યા બાદ આવતા ખાટાં ઓડકારથી બચવા માટે થોડી વરીયાળી કે અજમો ચાવીને ખાઈ લેવા, આ બીજ વાતને ઓછું કરે છે અને ગેસને આંતરડામાંથી બહાર કાઢે છે.

એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચપટી હીંગ મિક્સ કરીને ભોજન કરતાં પહેલાં પી લેવું. આનાથી પેટમાં ભારેપણું રહેતું હોય તો તરત આરામ મળે છે. ઓડકારથી છુટકારા માટે આ સરળ ઉપાય છે.

આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસ્ખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે Gujarati Akhbar જવાબદાર રહેશે નહી

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!