બોટાદ કેમીકલ કાંડ : બે ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી એવી જગ્યાએ કરવા મા આવી કે જ્યા..
ગુજરાત ના બોટાદ મા થયેલા કેમીકલ કાંડ ના પડઘા હજી સુધી શાંત થયા નથી જેમા ના મુખ્ય આરોપી ઓ પર કાર્યવાહી ચાલી રહી છે તો બીજી બાજુ આ મામલે રાજ્યના ગૃહ વિભાગે ડીએસપી બોટાદ એસકે ત્રિવેદી, જેઓ ચાર દિવસમાં નિવૃત્ત થવાના હતા, ડીએસપી ધંધુકા એનવી પટેલ, બરવાળા પીએસઆઈ બી.જી. વાલા, રાણપુર પીએસઆઈ શૈલેન્દ્રસિંહ રાણા અને ધંધુકાના પીઆઈ કેપી જાડેજા સહિત 12 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા.
એસપીથી લઈને પીએસઆઈ કક્ષા સુધીના પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવામાં આવ્યા છે. ગૃહ વિભાગ દ્વારા બોટાદ એસપી કરણરાજ વાઘેલા ની સરકારી સંપત્તિના સુરક્ષા વિભાગના કમાન્ડન્ટ તરીકે તેમજ અમદાવાદ ગ્રામ્યના એસપી વિરેન્દ્ર યાદવની અમદાવાદ મેટ્રોના સિક્યોરિટી કમાન્ડન્ટ તરીકે બદલી કરી દેવાઈ છે. જયારે બદલી થઇ ત્પણ આ પદની કોઈ ઓફિસ અસ્તીત્વ ધરાવતી નથી અને જયારે ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ પદો પર બદલીનો ખ્યાલ આવ્યો તો તેઓને પોતાની ઓફિસ કયાં છે તે શોધવા માટે ગૃહમંત્રાલય સમક્ષ જવું પડયું.
બે દિવસ પછી જયારે આ પદ કે તેની ઓફિસ કયાં છે તે ખુદ ગૃહમંત્રાલય શોધી શકયું નહી તો પછી યાદવને એસઆરપી- ઈન્ડસ્ટ્રીયલ સિકયોરીટી તરીકે નિયુક્તિ અપાઈ હતી.જો કે તેની પણ કયાંય ઓફિસ ન હતી તેથી બન્ને આઈપીએસ અધિકારીઓને પછી ‘બેસવા’ માટે પોલીસ વડાની કચેરીમાં ચેમ્બર ફાળવવામાં આપી હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.