ઓહ.. શુ અમરેલી મા એલીયન જોવા મળ્યા ?? સાચી હકીકત જાણી આંચકો લાગશે…. જાણો વિગતે
હાલમાં જ અમરેલી શહેરમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે, જેના પગલે ચારો તરફ કુતુહલ સર્જાયું છે. સોશિયલ મીડિયામાં વાયુવેગે વાત પ્રસરી રહી છે કે, અમરેલીમાં એલિયન જોવા મળ્યું છે. વાયરલ થયેલ તસવીરો પાછળની હકીકત એલિયન કરતા પણ વધુ ચોંકાવનારી છે. ચાલો અમે આ ઘટના અંગે વિગતવાર જણાવીએ.
ગુજરાતી ટેકના અહેવાલ પ્રમાણે સંપૂર્ણ માહિતી મળી છે, જેમાં આધારે અમે આપને ટૂંકમાં આ ઘટના વિશે માહિતી જણાવીએ. વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયામાં એલિયનની તસ્વીરો વાયરલ થઈ છે. વર્ષ 2018માં ઉત્તર પ્રદેશના ચંદૌલીમાં એક મંત્રીના ફાર્મહાઉસ પર એલિયન જોવા મળ્યું હતુ પરંતુ હકીકતમાં આ વાત અફવા હતી.
હાલમાં ફરી આવી એક ઘટના ધારીના મીઠાપુર મુંડિયા રાવણી ગામ નજીકની એક વાડીમાં એલિયન હોવાની અફવા ફેલાઈ છે.
હકીકતમાં આ કોઈ એલિયન નહિ પરંતુ પૂતળું છે. babikiru નામની વેબસાઈટ પરથી આ પૂતળા વિશે માહિતી મળી છે. 29 વર્ષની એક મહિલા મૂર્તિકાર જે સિલિકોનની મદદથી એવા પૂતળા બનાવે છે. અમરેલીમાં વાયરલ થયેલ એલિયન હકીલયમાં સિલિકોનના પૂતળા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.