હે ભગવાન ! શાળા એ જવાનુ કહીને ફરવા ગયેલા 6 વિધાર્થી ડેમ મા ડુબી ગયા…. એક ને બચાવવા…
હાલમાં જ એક દુઃખદ ઘટના બની છે, આ ઘટના આજના તરુણવયના અને યુવાનો માટે ચેતવણી સમાન છે જ્યારે માતાપિતાઓ માટે પણ લાલબત્તી સમાન કિસ્સો છે. વાત જાણે એમ છે કે, શાળા એ જવાનુ કહીને ફરવા ગયેલા 6 વિધાર્થી ડેમ મા ડુબી ગયા. આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ છે. આ બનાવ ઝારખંડના હજારીબાગની છે.
મીડિયા દ્વારા જાણવા અહીં 7 વિધાર્થીનીઓ ડેમમાં ડૂબી ગઇ હતી, જેમાંથી 6ના મોત થયા છે. બાળકો એ શાળાએ જવાનું કહીને ધરેથી નીકળી ગયા હતા, પરંતુ શહેરથી 20 કિમી દૂર આવેલા લોટવા ડેમમાં ન્હાવા ગયા હતા. ચોંકાવનારી વાત એ છે કે, સાતેય વિધાર્થીઓ ડૂબી ગયા હતા. જેમાંથી 6ના મોત થયા છે, 5 વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા છે. એક વિદ્યાર્થી કોઇક રીતે પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો.
પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે આ દુર્ઘટના લોટવા ડેમ પર બની હતી. શહેરની ખાનગી શાળામાં અભ્યાસ કરતા ધોરણ 11 અને 12ના સાત વિધાર્થીઓ મંગળવારે સવારે 7 વાગે શાળાએ જવાનું કહી ઘરેથી નીકળી ગયા હતા. પરંતુ તમામ વિધાર્થીઓ શાળાએ જવાને બદલે લોટવા ડેમ પહોંચ્યા હતા. ત્યાં પહોંચ્યા પછી સૌ ડેમ પર સ્નાન કરવા ગયા.
સવારે 9 વાગ્યાની આસપાસ એક છોકરો હતાશ અવસ્થામાં ડેમ પાસે હાજર લોકો પાસે પહોંચ્યો. તેણે કહ્યું કે અમે 7 મિત્રો ડેમ પર ન્હાવા ગયા હતા. મારા છ મિત્રો પાણીમાં ડૂબી ગયા છે. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને ઘટનાની જાણ કરતાં છોકરાઓ એકસાથે ડેમ પર પહોંચ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક પાણીમાં કૂદીને ડૂબેલા વિધાર્થીઓને બહાર કાઢ્યાતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે.
આ દુર્ઘટનાને કારણે પરીવારજનોમાં ભારે શોકમય બન્યા છે. દરેક વાલીઓ માટે પણ આ બનાવ ખુબ જ લાલબત્તી સમાન છે. કારણ કે આજના સમયમાં બાળકો પોતાના જીવનની મોજ માણવા માટે અને શોખ પુરા કરવા માટે માતાપિતાઓને પણ ખોટું બોલીને ચાલ્યા જતા હોય છે, જેથી માતાપિતા ઓ પોતાના બાળકોને યોગ્ય સમજણ અપાવી જોઈએ તમેજ બાળકોએ પણ સમજવું જોઈએ કે જીવ જોખમમાં મુકાઈ એવું કાર્ય ન કરવું જોઈએ. પાણો થી હમેસજ દૂર રહેવું સારું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.