કંપની ને 5 વર્ષ પુર્ણ થતા અમદાવાદ ની કંપની એ પોતાના કર્મચારીઓ ને લક્ષરીયસ કાર ગીફ્ટ આપી ! જાણો કોણ છે માલિક..
દરેક કર્મચારીઓને પોતાના કામના બદલામાં માલિક તરફથી જો કોઈ વસ્તુ ભેટ રૂપે મળે તો તે તેમના માટે બહુ જ અનમોલ બની જતી હોય છે. અને તે સમય તેમના માટે સ્પેશિયલ બની જાય છે. જ્યારે પણ કર્મચારીઓને પોતાના માલિક પાસેથી જો તહેવારો કે કોઈ ખાસ મોમેન્ટ માં નાની મોટી કિંમતી વસ્તુઓ મળતી હોય તો તેઓની ખુશીનો પાર રહેતો નથી ત્યારે અમદાવાદની એક ખાનગી કંપની ના કર્મચારીઓને જાણે લોટરી લાગી હોય એમ લાગી રહ્યું છે જેમાં આ કંપની એ પોતાના 13 કર્મનિષ્ઠ કર્મચારીઓને રાજી કરી દીધા છે.
જેમાં માલિક એ પોતાના કર્મચારીને મોંઘીદાટ કાર ગિફ્ટ માં આપી છે જે આજે આખા વિસ્તાર માં ચર્ચાનો વિષય બની ગયો છે. અને આથી જ કહેવાય છે કે કર્મનિષ્ઠ કર્મચારીઓ કંપની ની મૂડી હોય છે.અને આથી જ આવા કર્મચારીઓના વિશ્વાસ અને કામને પ્રોત્સાહિત કરવા માટે અમદાવાદ ની આ કંપની એ એક અનોખી પહેલ થી દુનિયામાં નવી મિસાઈલ કાયમ કરી છે. અમદાવાદ ની ત્રિધ્યા ટેક નામની એક આઇટી કંપની દ્વારા તેના 13 કર્મચારિઓને કાર ગીફ્ટ રૂપે આપી છે.
આ કંપની ના એમ. ડી. મરંડ એ જણાવ્યું કે કંપનીને 5 વર્ષ પૂર્ણ થયા છે. 5 વર્ષમાં જે પણ કમાયા છીએ તે કર્મચારીઓની મહેનતનું પરિણામ છે. 13 કર્મચારીઓને વર્ષોથી કંપનીના મિશન પ્રત્યેની તેમની સખત મહેનત અને સમર્પણ માટે પ્રશંસાના પ્રતીક તરીકે સન્માનિત કર્યા છે. જેના ભાગરૂપે કર્મચારીઓને કાર ગિફ્ટ કરી રહ્યા છીએ. અમે બનાવેલી સંપત્તિ અમારા કર્મચારીઓ સાથે વહેંચવામાં દ્રઢપણે વિશ્વાસ રાખીએ છીએ.આગળ વધુમાં તેમને જણાવ્યું કે આ તો હજુ માત્ર શરૂઆત છે.
ભવિષ્યમાં કર્મચારીઓ માટે આવી વધુ પહેલ કરીશું. આવી પહેલ દ્વારા કર્મચારીઓ ને કંપની માટે સારી કામગીરી કરવાની અને કંપની સાથે જોડાઈ રહેવાની પ્રેરણા મળશે. બીજી બાજુ કંપની ના કર્મચારીઓ માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને એક અલગ જ ખુશી લાગણી કર્મચારીમાં પ્રસરી ગઈ હતી. સાત વર્ષથી આ કંપની માં કામ કરતા ધ્રુવ પટેલ એ આ વિષે જણાવ્યું હતું કે સામાન્ય રીતે આઇટી કંપનીઓમાં કર્મચારીઓ એક બે વર્ષમાં વધુ પગાર મળે તો જોબ ચેન્જ કરી દેતા હોય છે.
ત્યારે આ કંપનીએ એકઝામ્પલ સેટ કર્યું છે કે કંપની માટે સારું કામ કરવાથી અને એક જ કંપની સાથે જોડાઈ રહેવાથી કામની કદર થાય છે. અમારા માટે ખૂબ સારો અનુભવ રહ્યો. તમને લોકોને જાણકારી હશે જ કે થોડા વર્ષો પહેલા સુરત ના ડાયમઁડ કિંગ ગણાતા ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયા એ પણ પોતાના કર્મચારીઓ ને ભેટ રૂપે કાર આપી હતી.
ત્યારે હવે અમદાવાદ માં આ ખાનગી કંપની એ પોતાના કર્મનિષ્ઠ કર્મચારીઓ ને કાર ગિફ્ટમાં આપી ને ફરી એક નવી પહેલ દુનિયાની સમક્ષ રજુ કરી છે. આ કંપની એ પોતાના 13 કર્મચારીઓ ને કાર ની મોંઘી ગિફ્ટ આપી છે જજેનાથી કર્મચારીઓ માં કંપની પ્રત્યે વધારે લાગણી ની ભાવના ઉદ્ભવી છે.