સુરતમાં ફ્રેન્ડશીપ ડેના દિવસે જ કિશોર પોતાના મીત્ર સામે જ નદીમાં તણાયો!! સઘન તપાસ કરતા પણ પતો નથી મળી રહ્યો..જાણો પુરા બનાવ વિશે
ક્યારે કઈ ઘટના દુઃખદ બની જાય એ કોઈ નથી જાણતું. હાલમાં જ ફ્રેન્ડશીપ ડે ના જ દિવસે સુરતમાં બે ભાઈબંધ સાથે દુઃખદ ઘટના ઘટી, આ ઘટના અંગે જાણીને તમારું પણ હૈયું કંપી જશે. આ ઘટના ખુબ જ દુઃખદ છે. આ બનાવ અંગે દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું હતું કે ભાઠેના વિસ્તારમાંથી પાંચ મિત્રો ફરવા માટે ડુમસ બીચ ગયા હતા
આ મિત્રોને ક્યા ખબર હતી કે રવિવારની મોજ તેમના જીવનું જોખમ બની જશે. ડુમસ દરિયાની પાછળ આવશે ગણેશ મંદિર પાસે નાહવા ગયેલબે મિત્રો પૈકી એક કિશોર લાપતા થયો છે, જ્યારે બીજા મિત્રનો ચમત્કારિક બચાવ થયો હતો. લાપતા થયેલ કિશોરની શોધખોળ ચાલી જ છે.
આ પાંચ મિત્રોમાં જે મિત્ર સાથે દુઃખદ ઘટના બની છે, જેમાં 13 વર્ષીય કિશોર પિયુષ સંજયભાઈ યાદવ અને 17 વર્ષીય સત્યમ ચૌહાણ દરિયામાં નાહવા માટે ઉતર્યા હતા. બનાવ એવો બન્યો હતો કે, દરિયામાં ભરતીના પાણી ફરી વળતા પિયુષ પાણીમાં તણાવા લાગ્યો હતો. જ્યારે સત્યમ પાણીમાંથી બહાર આવી ગયો હતો.
આ બનાવની જાણ થતા જ ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતા વેસુ ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પિયુષ જ્યારે પાણીમાં નાહવા પડ્યો હતો તે સમેયે દરીયાની લહેરો ઉંચે સુધી ઉઠી હતી. આ જોઈને બહાર બેઠેલા અન્ય મિત્રોએ બૂમાબૂમ કરી દીધી હતી. આ દરમિયાન સત્યમ ચૌહાણ ત્વરિત દોડીને બહાર આવી ગયો હતો, જો કે, પિયુષના કમર સુધી પાણી આવી ગયા હોવા છતાં તે પાણીમાંથી બહાર નીકળ્યો ન હતો. જોતજોતામાં તે દરિયાના પાણીમાં તણાઈ ગયો હતો.
શોધખોળ મોડી રાત સુધી ચાલુ રાખી હતી તેમ છતાં તેનો કોઈ પત્તો લાગ્યો નથી. ઘટનાની જાણ પિયુષના પરિવારને થતા તેનો આખો પરિવાર શોકમગ્ન થઇ ગયો હતો . હાલ તો આ બનાવ અંગે ડુમસ પોલીસે ઘટના અંગે ગુનો નોંધીને વધુ તપાસ શરુ કરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.