હનુમાન જયંતીના દિવસે ખજુરભાઈ એ પોતાના પત્ની સાથે કપિરાજોને કરાવ્યું ભોજન, વિડીયો જોઇને વખાણ કરતા નહીં થાકો…
ગુજરાતના લોકપ્રિય યુટ્યુબર ખજૂરભાઈ અને તેમની પત્ની મીનાક્ષીબેન હનુમાન જયંતીના શુભ દિવસે પોતાના એક સુંદર કાર્ય માટે ચર્ચાછે. હનુમાન જન્મોત્સવના શુભ દિવસે દંપતિએ વનમાં જઈને કપિરાજઓને ને તરબૂચ, કેળા અને પપૈયા ખવડાવીને જીવદયાનો સુંદર સંદેશ આપ્યો હતો.
આ વિડીયોખજૂરભાઈના પત્ની મીનાક્ષીજીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, આ વિડીયોખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં ખજૂરભાઈ અને મીનાક્ષીબેનને વાંદરાઓને તરબૂચ, કેળા અને પપૈયા ખવડાવે છે, આ દ્રશ્ય જોઈને તમને કપિરાજ પ્રત્યેનો પ્રેમ દેખાશે. મન ગમતું ભોજન મેળવીને સૌ કપિરાજ પણ ખજૂરભાઈના હાથેથી ભોજન આરોગીને ખુશ થઇ ગયા હોય એવું લાગી રહ્યું છે.
આ કાર્ય દ્વારા ખજૂરભાઈ અને મીનાક્ષીબેન લોકોને પ્રાણી પ્રત્યે દયા દાખવવાનો સંદેશ આપી રહ્યા છે. તેઓ લોકોને યાદ અપાવી રહ્યા છે કે આપણા આસપાસ ઘણા બધા જીવો છે જેમને મદદની જરૂર છે. ખાસ કરીને ઉનાળાના આ કપરા સમયમાં, જ્યારે ખોરાક અને પાણી મેળવવું મુશ્કેલ બની જાય છે, ત્યારે આપણે જરૂરતમંદ પ્રાણીઓને મદદ કરવી જોઈએ.
સોશિયલ મીડિયા પર લોકો ખજૂરભાઈ અને મીનાક્ષીબેનના આ કાર્યના ખુબ જ વખાણ કરી રહ્યા છે. ઘણા લોકોએ કમેન્ટ કરીને આ દંપતિને પ્રેરણાદાયી ગણાવ્યા છે.જીવદયા એ ધર્મનો મહત્વપૂર્ણ ભાગ છે. ખજૂરભાઈ અને મીનાક્ષીબેન દ્વારા હનુમાન જયંતીના દિવસે કરવામાં આવેલું આ કાર્ય આપણને સૌને પ્રાણી પ્રત્યે દયા દાખવવાનો પાઠ શીખવાડે છે.
આપણે પણ આજે જ પ્રણ લઈએ કે આપણે આપણી આસપાસના જીવો પ્રત્યે દયા દાખવીશું અને તેમની કાળજી લઈશું. ખજૂરભાઈએ પણ સૌ કોઈને એક ખાસ સંદેશ આપ્યો છે કે, अपने आस पास के हनुमानजी भूखे तो नहीं है ना, वो बात का ज़रूर ख़्याल रखें❤️🙏 ખરેખર ખજૂરભાઈના જેટલા પણ વખાણ કરીએ એટલા ઓછા છે!
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.