Viral video

ગણેશ ઉત્સવ નિમિતે કમાભાઈએ બોલાવ્યો ગણપતિ બાપ્પાનો જયકારો!! કહ્યું “એક દો તીન ચાર… જુઓ વિડીયો

હાલમાં ફરી એકવાર કોઠારીયાના કમાભાઈ સોશિયલ મીડિયામાં છવાઈ ગયા છે, ખરેખર આપણે સૌ કોઈ જાણીએ છે કે, એક સમય એવો હતો કે સોશિયલ મિડીયા પર માત્રને માત્ર કમાભાઈની જ બોલબાલા હતી. હવે ફરી એકવાર ગણેશ ઉત્સવમાં કમાભાઈ ચર્ચામાં આવ્યા છે. કમાભાઈ ડાયારાની તો ઓળખ બની ગયા છે, કારણ કે જ્યારથી કીર્તીદાન ગઢવીએ 2000ની નોટ આપીને સન્માન કરેલ બસ ત્યારથી કમાભાઈના ભાગ્યના દરવાજા ખૂલી ગયા.

ગયા વર્ષે ગુજરાતી ફિલ્મોના કલાકારોને બદલે કમાભાઈએ દરેક નવરાત્રીના કાર્યક્રમમોમાં મુખ્ય મહેમાન તરીકે હાજરીઓ આપી હતી. દરેકગરબા આયજકો કમાભાઈને બોલાવવા માટે આતુરતા પૂર્વક રાહ જોતાં હતા અને આખરે અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા મહા નગરોમાં કમાભાઈ એ ધૂમ મચાવેલી. ફરી એકવાર ગણેશ ઉત્સવમાં પણ અનેક આયજકોએ કમાભાઈને મુખ્ય અતિથિ તરીકે બોલાવેલ.

હાલમાં જ પાલનપૂરનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં તમે જોઈ શકશો કે ગુજરાતી સિંગર સાથે કમાભાઈ સ્ટેજ પર ધૂમ મચાવી રહ્યા છે. આ વિડીયો અંગેની હકીકત જાણીએ તો પાલપૂર ખાતે ગોલાઇ કા રાજા ગણેશ ઉત્સવમાં ગુજરાતના લોકપ્રિય સિંગર સાથે કમાભાઈએ હાજરી આપી હતી અને વિડિયોમાં તમે જોઈ શકો છો કે, કમાભાઈએ ગણપતિ બાપ્પાનો જયકારો બોલાવ્યો ,

કમા ભાઈએ કહ્યું કે, “એક દો તીન ચાર.. ગણપતિ બાપાની જય ” આ વિડીયો ખરેખર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, લોકોને પણ આ વીડીઓ ખૂબ જ પસંદ આવી રહ્યો છે, વિડીયોમાં જોઈ શકો છો કે કમાભાઈ સેલિબ્રેટી જેવા જ લાગે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!