ફરી એક વખત બાગેશ્વર બાબાનો દિવ્ય દરબાર ગુજરાતમાં યોજાશે, આ વખતે નવરાત્રી દરમ્યાન બાબા આ શહેરમાં પધારશે….
આપણે જાણીએ છે કે, ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીજી આવ્યા હતા અને પ્રથમવાર જ ધીરેન્દ્ર શાસ્ત્રીને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. હાલમાં ફરી એકવાર ધીરેન્દ્ર શાસ્ત્રી આવી રહ્યા છે, ચાલો ત્યારે આપને જણાવીએ કે આખરે ક્યાં અને જયારે બાબા બાગેશ્વર પધારશે.
દરેક ગુજરાતીઓ માટે ખુશીના સમાચાર એ છે કે, આ વર્ષે નવરાત્રિના શુભ અવસરે બાબા બાગેશ્વર ગુજરાતમાં રામકથા અને હનુમાનકથા કરશે. 15, 16 અને 17 ઓક્ટોબર એમ ત્રણ દિવસ અંબાજીમાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.
સૌથી ખાસ વાત એ છે કે તા 18થી 20 ઓક્ટોબર સુધી અમદાવાદમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર અને હનુમાનકથા યોજાશે જ્યારે સતત 6 દિવસ સુધી અંબાજી અને અમદાવાદમાં દિવ્ય દરબાર અને રામ-હનુમાનકથા કરશે તેમજ 17 ઓક્ટોબરના રોજ કળશયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહિલા ભક્તો જોડાશે.
અંદાજે 50,000થી વધુ લોકો હનુમાનકથાને દિવ્ય દરબારનો લાભ લે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વટવા વિસ્તારના શિવકૃપા મિત્ર મંડળ દ્વારા યોજવામાં આવ્યાં છે, જેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મહેમદાવાદ રોડ પર રાધે હિલ્સની બાજુમાં આવેલા મેદાનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.