સુરતમાં દર વર્ષે એકવાર સોના, હીરા અને માણેકથી જડેલ રામાયણ દર્શનાર્થે મુકાય છે, જાણો કોણે બનાવી આ રામાયણ…
શ્રી રામજીના આગમન બાદ ભારત સહીત વિશ્વના ખૂણે ખૂણે માત્ર રામનામની જ ચર્ચાઓ અને ભજન ભક્તિઓ થઇ રહી છે. 500 વર્ષની તપશ્ચર્યાનુંફળ તો આપણને સૌ મળી ગયું છે, ત્યારે ખરેખર આપણે સૌ ભાગ્યવાન છે કે પ્રભુ શ્રી રામને આપણે ભવ્ય અને દિવ્ય મંદિરમાં બિરાજમાન થતા જોઈ શક્યા છે.
રામજીના આગમનને વધાવવા માટે સૌ કોઈ શ્રી રામજી માટે અનેક ભેટ અર્પણ કરી હતી. અમે આપણે આજે એક એવી રામાયણ વિષે જણાવીશું જે પ્રભુ શ્રી રામજી માટે જ બનાવવામાં આવી હતી.
વર્ષ 2023માં રામનવમીના શુભ દિવસે પ્રભુ શ્રી રામજી અર્પણ કરવા માટે સુરતમાં સોના-ચાંદીથી બનેલી રામાયણ મૂકવામાં દર્શનાર્થે મુકવામાં આવી હતી. આ રામાયણની ખાસિયત એ છે કે, આ સંપૂર્ણ રામાયણ 19 કિલોના સોનાની છે. જે માત્ર વર્ષમાં એક વાર રામનવમી ના દિવસે જાહેર જનતા માટે મુકવામાં આવે છે.ઝી ન્યુઝના અહેવાલ દ્વારા જાણવા મળ્યું હતું કે વર્ષ 1981માં રામ ભાઈ ભક્ત દ્વારા આ સ્વર્ણ રામાયણ ને ખાસ પુષ્ય નક્ષત્ર માં જ લખવામાં આવી છે.
આ રામાયણની અન્ય ખાસ વાત એ છે કે, 530 પાનાની આ સોનાની રામાયણ 222 તોલાના સ્વર્ણ ની સ્યાહીથી લખવામાં આવી છે. જેનું વજન 19 કિલો છે. 10 કિલો ચાંદી, ચાર હજાર હીરા, માણેક, પન્ના અને નીલમ થી સજાવવામાં આવી છે જેની કિંમત કરોડોમાં છે.
સુવર્ણ રામાયણના સુવર્ણ રામાયણના મુખપૃષ્ઠ પર ભગવાનશ્રી રામચંદ્રની મૂર્તિ 20 તોલા સોનામાંથી, શ્રી શંકર ભગવાનની મૂર્તિ એક તોલા સોનાની, જ્યારે શ્રી ગણેશજીની તેમજ શ્રી હનુમાનજી મહારાજની મૂર્તિ અડધા-અડધા તોલાની બનાવવામાં આવી છે તેંમજ રામાયણના પાનાં જર્મનીમાંથી મંગાવવામાં આવેલ. ખરેખર આ અમૂલ્ય અને દિવ્ય રામાયણના દર્શન કરીને સૌ કોઈ લોકો ધન્ય થઇ જાય છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.