Gujarat

ઓનલાઇન રમી મા 4 લાખ ગુમાવતા પટેલ યુવાને આપઘાત કરી લીધો ! સ્યુસાઈડ નોટ મા લખ્યુ કે I m reallly sorry

હાલના સમયમાં જો સૌથી મોટું કોઈ ચિંતાનો વિષય હોય તો એ યુવાનોમાં આત્મહત્યા કરવાનો વધતો જતો દર છે ત્યારે રાજ્યમાં રોજ કયાંય ને કયાંક આત્મહત્યાની ઘટના ઓ સામે આવે છે જેમાં મોટાભાગની આત્મહત્યા કરનાર વ્યક્તિની ઉંમર ૨૦ થી ૩૦ વચ્ચેની હોય છે એમાં પણ હાલ ઓનલાઈન જુગાર રમવાની ગેમ અને એપ્લિકેશન ના લીધે ઘણા યુવાનો ફળ નો શિકાર બને છે ત્યારે ફરી એક વખત એક પટેલ યુવાને ગેમમાં ચાર લાખ રૂપિયા ગુમાવતા આત્મહત્યા કરી લીધી હતી.

ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર મહુવા તાલુકાના જામખડી ગામના ૨૪ વર્ષીય યુવાન અંકિત જીવણભાઈ પટેલ ઓનલાઇન ગેમ રમી માં ગુમાવી દીધા હતા ત્યારબાદ ડિપ્રેશનમાં સરી પડેલા અંકિતે આત્મહત્યાનું પગલું ભર્યું હતું આ ઘટનામાં વધુમાં જાણવા મળ્યું હતું કે રીતે અંકિતે ગેમમાં ચાર લાખ રૂપિયા ગુમાવતા વધી ગયું હતું જ્યારે અંકિત ના માતા પિતા બંને મૂક બધિર છે અંકીત ના મોત થી તેના પર દુઃખનો પહાડ તૂટી પડયો હતો.

અંકીત ના આત્મ હત્યા કર્યા પહેલા ની એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી જેમા અંકિતે લખ્યુ હતુ કે I am Really Sorry, મને બો સમજાવ્યા છતાં પણ મેં નઇ સુધર્યો. ગેમ રમવાનું ચાલુ રાખ્યું. એ જ ગેમ મારું અંતનું કારણ બની ગયું. રમી ગો એપ્લિકેશન એ મારી સાથે froud કરીને મારી પાસેથી અત્યારસુધીમાં 4 લાખ રૂપિયા લઈ લીધા. બધી લોન લેવાઈ ગઈ ભૂલમાં..

અંકિત ના મોત ને લીધે મુકબધીર માતા પિતા ને દુખ સહન કરવાનો વારો આવ્યો હતો જયારે આ એક ચેતવણી રુપ કીસ્સો છે તેમ પણ કહી શકાય. પોતાના ના સંતાનો હાલ શુ કરી રહ્યા છે તે ખાસ ધ્યાન આપવુ જરુરી છે ઘણી વખત તેનુ ગંભીર પરીણામ ભોગવવું પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!