સલામ છે આ દીકરા ને! માત્ર 14 વર્ષ ની વયે બ્રેઈન ડેડ થતા કર્યું અંગદાન બાદ ગામના લોકો એ એવું કર્યું કે…..
આપણા સમાજ માં ઘણા બધા સેવા નું કાર્ય કરતા નજરે ચડે છે. મનુષ્ય જયારે મૃત્યુ પામે ત્યારે તેનો મૃતદેહ પંચમહાભૂત માં વિલીન થઈ જાય છે. આપડા સમાજ માં કેટલાક એવા લોકો પણ છે જે મર્યા પછી પણ કોઈ ના કામ આવે છે. અને કોઈ અન્ય ના શરીર માં જીવિત રહી જાય છે. એટલે કે કેટલાક લોકો નું પહેલાથી જ નકી હોય છે કે તે મર્યા પછી દેહદાન કે અમુક અંગો નું દાન કરશો.
સામાન્ય રીતે મોટી ઉમર ના લોકો આવા નિર્ણયો લેતા હોય છે. ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના પાટણા ના ગામની એક સુંદર ઘટના સામે આવી છે. આ ગામમાં રહેતા અજયભાઇ લાલજીભાઈ કાકડિયા ના માત્ર 14 વર્ષ ના પુત્ર ધાર્મિક નું બ્રેઈડ ડેડ થતા તેમના હદય, ફેફસા, લીવર, કોર્નિયા, બે હાથ નું દાન કર્યું છે. અજયભાઇ ના પુત્ર નું સુરત ખાતે બ્રેન્ડેડ થતા આ નિર્ણય કર્યો હતો.
માત્ર 14 વર્ષ ની વયે મૃત્યુ પામ્યો અને એટલું મોટું કામ કરી ને ચાલ્યો ગયો. આ કામ ને તેમના ગામના લોકો દ્વારા બિરદાવવામાં આવ્યું હતું. તેમના ગામ પાટણા ના એક ચોક માં તેમનું સ્ટેચ્યુ ઉભું કરવામાં આવ્યું. અને તે ચોક ને કાકડિયા ચોક નામ આપવામાં આવ્યું. આ સ્ટેચ્યુ ના ઉદ્ઘાટન સમયે પાળીયાદ જગ્યા ના નિર્મળાબા, સમાજ સેવક દિલીપભાઈ દેશમુખ, નિલેશભાઈ માંડલેવાલ સહિત ના લોકો હાજર રહ્યા હતા.
ભાવનગર ના અંગદાન અભિયાન ના ઇન્ચાર્જ અશોકભાઈ ઉલવા, ડો. અનિલભાઈ ત્રિવેદી, સહીત ના અનેક લોકો એ સ્ટેચ્યુ ને હાર પહેરાવી સન્માન કર્યું હતું. આમ માત્ર નાની ઉમર માં જ લોકો ના દિલો માં સ્થાન બનાવી દઈને આ દીકરો અમર થઇ ગયો. આખા ગુજરાત માં સેવક દિલિપભાઈ દેશમુખ દ્વારા આ અંગદાન નું અભિયાન ચલાવવામાં આવે છે. લોકો ને પ્રેરિત કરવામાં આવે છે મર્યા પછી પણ અન્ય લોકો ને કામ આવી શકે.