ઓસમાણ મીરે અનંત અને રાધિકાના લગ્નમાં ગાયું ” મોતી વેરાણા ચોકમાં ” ! સૌને માં અંબાની ભક્તિમાં કર્યા લિન, જુઓ વિડીયો
ગુજરાતના લોકપ્રિય ગાયક ઓસમાણ મીરનો સુરીલો અવાજ અનંત અને રાધિકાના લગ્નમાં છવાઈ ગયો, ઓસમાણ મીરે પોતાના લોકપ્રિય ગીત ‘મોતી વેરાણા’ ગાઈને લગ્નમાં નવો રંગ ભરી દીધો હતો. આ ગીત હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. તમને જણાવીએ કે, આ લગ્નમાં માત્ર ઓસમાણ મીર જ નહીં, પરંતુ અન્ય ગુજરાતી ગાયક કલાકારો આદિત્ય ગઢવી અને પાર્થિવ ગોહિલ પણ હાજર રહ્યા હતા. ત્રણેય કલાકારોએ મળીને ગુજરાતી લગ્નગીતો, લોકગીતો અને કીર્તન ગાઈને લગ્નમાં ખૂબ જ ખુશીનો માહોલ બનાવ્યો હતો.
આ ઘટના એ સાબિત કરે છે કે ગુજરાતી સંગીત હજુ પણ લોકોના દિલો પર રાજ કરે છે. ઓસમાણ મીર જેવા કલાકારો આપણા સાંસ્કૃતિક વારસાને આગળ વધારવામાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે. સૌથી ખાસ વાત એ છે કે, અંબાણી પરિવારે તમામ ગુજરાતી ગાયક કલાકારોને ખાસ આમંત્રણ આપ્યું હતું કારણ કે ગુજરાતી લગ્ન ગીતોથી આ લગ્નને વધુ મંગલમય બનાવ્યા હતા.
તમને જણાવી દઈએ કે આ લગ્નમાં ગુજરાતી કલાકારો સહીત વિદેશના અને બૉલીવુડના એકથી એક ચડિયાતા સિંગરો હાજર હતા પરંતુ લગ્નના દિવસે ગુજરાતી ગાયક કલાકારો અને ગાયિકાઓએ અનંત અને રાધિકાના લગ્ન ગીતો ગાયને આ લગ્નને વધુ સુંદર અને મંત્રમુગ્ધ બનાવ્યા હતા. હાલમાં સોશિયલ મીડિયા પર માત્રને માત્ર અંબાણી પરિવારના આ લગ્નની રીલ્સ અને ફોટોઝ વધુ વાયરલ થઇ રહ્યા છે.
ગઈકાલે અનંત અને રાધિકાનું રિસેપ્શન પૂર્ણ થયું છે, આજના દિવસે તમામ મીડિયાકર્મીઓ તેમજ તેમના પરિવારના લોકો માટે ખાસ એક પાર્ટીનું આયોજન કર્યું છે અને ખરેખર અંબાણી પરિવાર દરેક વ્યક્તિઓનું ખાસ ધ્યાન રાખે છે, તેમણે આ લગ્ન પ્રસંગે 40 દિવસ સુધી અન્નસેવા શરૂ કરેલ જેમાં ત્રણ સમય સુધી લોકોને ભોજન આપવામાં આવતું હતું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.