વલસાડનું ભીડભંજન મહાદેવનું આ મંદિર રોજના કેટલાય ગરીબ દર્દી અને તેઓના પરિવારજનોનું પેટ ભરે છે, ટિફિનની સેવા
મિત્રો વાત કરીએ તો વલસાડ જિલ્લામાઁ સૌથી વધુ આદિવાસી સમુદાયની વસ્તી રહે છે.આ જિલ્લામાં કુપોષિતોની શંખ્યા પણ સૌથી વધુ લોકોમાં જોવા મળે છે. વલસાડમાં ભીડભંજન મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારાગરીબ દર્દીઓને ભર પેટ ભોજન મળી રહે અને તેઓ જલ્દી સ્વસ્થ્ય થઈ જાય તેવા મહાન હેતું ને ધ્યાનમાં રાખી આજથી 22 વર્ષ પહેલા ટિફિન સેવા શરૂ કરવામાં આવી હતી. જે એક ખુબજ સરાહનીય કામગીરી સાબિત થઈ છે.
વલસાડ શહેરની મધ્યમાં આવેલ શ્રી ભીડભંજન મહાદેવ મંદિરના ટ્રસ્ટી શીવજી મહારાજે આજથી વીસ વર્ષ પહેલા 1લી મે 2000ના રોજ વલસાડની હોસ્પિટલો કે જેમાં ખાસ કરીને આદિવાસી અને ગરીબ દર્દીઓ સારવાર લેવા માટે આવે છે તેઓને પોષ્ટીક અને સારૃ ભોજન વિનામુલ્યે મળી રહે તેવા શુભ હેતુથી શ્રી ભીડભંજન મહાદેવ મંદિર ટ્રસ્ટના નેજા હેઠળ દર્દીઓ અને તેમના પરિવારના સભ્યોને ટીફીન સેવા પુરી પાડવાનું માનવતાભર્યું કાર્યનો આરંભ કર્યો હતો. તે સમયે વલસાડના સેવાભાવિ બિલ્ડર બ્રિજમોહન મિસ્ત્રીએ 100 ટીફીન અને નાણાકીય મદદ કરી હતી.
આજે કોરોના મહામારી વચ્ચે મર્યાદિત લોકોની હાજરીમાં શ્રી ભીડભંજન મંદિર ખાતે એક મહાયજ્ઞાનું આયોજન કર્યું હતું અને કોરોના વાયરસની મહામારીનો વહેલો અંત આવે તે માટે પુજા-અર્ચના કરી વિશ્વ મહામારીમાં તમામ લોકોની સુરક્ષા માટે પ્રાર્થના કરાઈ હતી. શ્રી ભીડભંજન મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા હાલમાં કોરોના મહામારી દરમિયાન અનેક ગરીબોને અનાજ કીટ અને ભોજન પુરુ પાડયું છે અને કોરોના વોરિયર્સ પોલીસ જવાનોને દરરોજ ફૂડ પેકેટ પહોંચાડવામાં આવી રહ્યા છે. શ્રી ભીડભંજન મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા વલસાડની કસ્તુરબા હોસ્પિટલ, મ્યુનિસિપલ હોસ્પિટલ અને ફ્રી આઇએનસીઆઈ હોસ્પિટલમાં જઇને ટીફીન આપવામાં આવે છે અને સિવિલ હોસ્પિટલ અને અન્ય ખાનગી હોસ્પિટલમાંથી દર્દીઓના પરિવારના સભ્યો મંદિરમાં આવીને ટીફીન લઇ જાય છે.
વાત કરીએ તો મંદિરના ટ્રસ્ટી શીવજી મહારાજે જણાવ્યું કે, આજના કાર્યક્રમમાં આવી ન શકનાર દાનવીરો અને સેવાભાવી વ્યક્તિઓ તેમજ ભક્તજનો માટે મહાયજ્ઞા અને ટીફીન સેવાનું ઓનલાઇન લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેનો અનેક ભક્તોએ લાભ લીધો હતો. આમ ભવિષ્યમાં પણ વલસાડની વધુ હોસ્પિટલોમાં ટિફિન સેવા પુરી પાડવાના પ્રયત્નો કરીશું. વધુમાં ભીડભંજન મંદિર ટ્રસ્ટ ના ટ્રસ્ટી શિવજી મહારાજે ન્યૂઝ 18 લોકલના માધ્યમ થી જણાવ્યું કે વલસાડના કોઈ પણ અશક્ત વ્યક્તિ હોયકે ઘરે કોઈ સહારો ન હોયતેવાં વ્યક્તિની જાણ કરવાથી તેઓ બે ટાઈમનું ટિફિન પણ પહોંચાડે છે.