પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુએ વ્યાસપીઠ પરથી કહ્યું કે , જે ઘરમાં આટલી વસ્તુ હશે,ત્યાં લક્ષ્મી નહીં હોય! સાંભળવા જેવી વાત.. જુઓ વિડીયો
આજના સમયમાં દરેક વ્યક્તિને માત્રને માત્ર ધનવાન થવું છે પરંતુ ખરા અર્થમાં તો સંપત્તિ માત્ર એટલી જ હોવી જોઈએ જે તમને જીવનમાં સુખ આપે. આજના સમયમાં દરેક વ્યક્તિ સંપત્તિ માત્રને માત્ર ભેગી કરવા ખાતર જ કમાઈ છે. જીવનમાં જે જરૂરિયાત અને શોખની ચીજવસ્તુઓ ખરીદવા લોકો ખુબ જ દિવસ રાત મહેનત કરીને પૈસા કમાતા હોય છે પરંતુ એકવાત યાદ રાખવી જોઈએ કે જીવનમાં પૈસા નહીં પરંતુ તમારા લક્ષ્મી આવી જોઈએ.
જે ઘરમાં માત્ર [પૈસા આવે છે, તે ઘરમાં સુવિધાઓ તો હશે પરંતુ સુખ નહીં હોય પરંતુ જે ઘરમાં લક્ષ્મીનો વાસ હશે, તે ઘરમાં સુખ અને સુવિધાની સાથે ઐશ્વર્ય અને શાંતિનો પણ વાસ હશે. ક્યાં કારણે ઘરમાં લક્ષ્મીજીનો વાસ નથી થતો તેનું કારણ અમે આપને જણાવીએ. પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુ પોતાનું શ્રી રામ કથાને સમર્પિત કર્યું છે. આ રામ કથા દરમિયાન તેઓ દરેક શ્રોત્તાગણોને જીવનની શીખ પણ આપે છે.
વ્યાસપીઠ પરથી મોરારી બાપુએ કહ્યું કે, જે ઘરમાં આટલી વસ્તુ હશે,ત્યાં લક્ષ્મી નહીં હોય ! હવે આ કઈ કઈ વસ્તુઓ છે, તેના વિષે વધુ વિગતવાર માહિતી અમે આપને જણાવીએ. પૂજ્ય મોરારી બાપુએ વ્યાસપીઠ પરથી ખુબ જ સરસ વાત કરી છે, જે સૌ મહિલાઓએ ગાંઠ બાંધી રાખવા જેવી છે, માત્ર પૈસા જ જીવનમાં મહત્વના નથી પરંતુ તમારા ઘરમાં લક્ષ્મીજીનો સદાય વાસ હોવો જોઈએ.
મોરારી બાપુએ વ્યાસ પીઠ પરથી કહ્યું કે,
01 જે ઘરમાં તમે ચોવીસ કલાક માત્ર ક્રોધ કરતા હોવ, તે ઘરમાં પૈસા હશે પરંતુ લક્ષ્મી નહીં હોય.
02 જે ઘરમાં રાડો પાડી પાડીને બોલતા હોય કે, પાડોશ આખું સાંભળે તેના ઘરમાં પૈસા હશે પરંતુ લક્ષ્મી નહીં હોય
03 હાલતા – ચાલતા જે ખાધા કરે, તેના ઘરમાં પૈસા હશે પરંતુ ઘરમાં લક્ષ્મી નહીં હોય.
04 સાંજના સમયે જે ઘરમાં સુઈ જાય, તે ઘરમાં પૈસા હશે પરંતુ લક્ષ્મી નહીં હોય.
05 જે લોકો માત્રને માત્ર એક બીજાના દોષ જ કાઢતા હશે તેના ઘરમાં પૈસા હશે પરંતુ લક્ષ્મી નહીં હોય.
06 જે ઘરમાં અતિથિનો અનાદર હશે, ઘર આંગણે આવેલ કોઈને આવકારો ન આપો એ ઘરમાં પૈસા હશે પણ લક્ષ્મી નહીં હોય.
07 જે ઘરમાં બીજાની માત્ર પંચાત થતી હશે તે ઘરમાં પૈસા હશે પરંતુ લક્ષ્મી નહીં હોય.
આ સાતએ વાતનેસમજી વિચારીને તમારા જીવનમાંથી દૂર કરશો તો તમારા ઘરમાં સુખ, સુવિધા અને ઐશ્વર્યની સાથે સાથ લક્ષ્મીજીનો વાસ થશે
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.