પરેશ ગૌસ્વામીએ બેવડી આગાહી! ગુજરાતમાં ફરી એકવાર વરસાદ અને ગરમીનું જોર વધશે, જાણો હાલમાં ગુજરાતનું વાતાવરણ કેવુ રહેશે?
ગુજરાતમાં સૌ કોઈ ગરમીથી ત્રાહિમામ થઈ ગયા છે કારણ કે દિવસે ને દિવસે ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. હાલમાં જ હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ પણ આગાહી કરી છે, આ આગાહી તમને ફરી ચિંતા માં મૂકી દેશે કારણ કે ફરી એકવાર આકરી ગરમીને સહન કરવા માટે તૈયાર થઈ જાઓ.
આપણે જાણીએ છે કે, હાલમાં જ અંબાલાલ પટેલે આગાહી કરી હતી વરસાદને લઈને ત્યારે પરેશ ગૌસ્વામીએ ચોંકાવનારી આગાહી કરી છે. આગાહી અનુસાર આગામી 16 જૂન સુધીમાં ભરે પવન સાથે વરસાદની આગાહી કરી છે, તો 17 જૂનથી આકરી ગરમી પડવાની સંભાવના પણ વ્યક્ત કરી છે તેમજ સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આગામી સમયમાં તાપમાન ઘટવાનો સંકેત છે.
પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે આજે કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે, જેના કારણે ગરમી અને બફારો વધશે. આગામી એક મહિના સુધી સતત ગરમી અને બફારો સહન કરવો પડી શકે છે. ખરેખર સૌ કોઈને ગરમીથી પરેશાન છે, ત્યારે લોકો ફરી એકવાર એક મહિના સુધી સતત ગરમી અને બફારો સહન કરવો પડશે.