શિયાળા કડકતી ઠંડીમાં તૈયાર થઇ જજો માવઠા માટે ! હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ કરી મહત્વની આગાહી, આ તારીખે વરસાદ….
આખા ગુજરાતમાં હાલ શિયાળાએ માજા મૂકી છે, તમને ખબર જ હશે કે મિત્રો રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડીએ ભારે ચમકારો બોલાવ્યો છે. એવામાં ગુજરાતના હવામાન નિષ્ણાત એવા પરેશ ગૌસ્વામી દ્વારા ગુજરાતને લઈને એક ખુબ જ મહત્વની આગાહી કરી દેવામાં આવી છે જેના વિષે જાણીને ખેડૂતો તો ચિંતામાં જ મુકાશે.
ગુજરાતના હવામાન નિષ્ણાત અવારનવાર ગુજરાતના હવામાનને લઈને આગાહી કરતા જ હોય છે એવામાં પરેશ ગૌસ્વામીએ મહત્વની આગાહી કરી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે આવનારી 22 ડિસેમ્બર બાદ હવામાનમાં પલટો આવશે. રાજસ્થાનમાંથી પસાર થઇ રહેલ સાઈક્લોનિક સરક્યુલેશનની અસર ગુજરાતમાં પણ થઇ શકે છે જેના પગલે રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહેલ છે.
પરેશ ગૌસ્વામીએ પોતાની આગાહીમાં એમ પણ જણાવ્યું છે કે આવનારી 25 થી 27 ડિસેમ્બરમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ આગાહીને લઈને ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે, કમોસમી વરસાદને કારણે અનેક શિયાળુ પાકને નુકશાન થઇ શકે છે.અંબાલાલ પટેલે પણ આ અંગેની આગાહી આપી ચુક્યા છે.
આ પેહલી વખત નથી થઇ રહ્યું કે આ જ શિયાળામાં કમોસમી વરસાદ ટપકી રહ્યો છે, આ અગાઉ પણ અનેક વખત શિયાળામાં કમોસમી વરસાદ આવી ચૂકેલ છે. આ તમામ ગ્લોબલ વોર્મિંગનું અસર હોવાનું લોકોનું તથા પર્યાવરણ વિશેષજ્ઞનું માનવું છે.