પાટણ : CNG કાર મા આગ લાગતા ભયાનક રીતે એક વ્યક્તિ નુ મૃત્યુ થયુ.
કોરોના ની ગાઇડલાઇન મા છુટછાટ મળતા જ હાઈ વે પર વાહનો ની અવર જવર વધી છે ત્યારે કોઈ ના કોઈ અકસ્માત ની ઘટનાઓ સામે આવી છે ગઈ કાલે એક પાટણ જીલ્લા મા ભાઈ વે પર એક કાર મા આગ લાગી હતી અને સાથે કાર ચાલક નુ પણ મૃત્યુ થયુ હતુ.
જાણવા મળતી વિગતો અનુસાર પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામ પાસે એક કાર અચાનક ભડભડ સળગવા લાગી હતી તેમાં રહેલા કાર ચાલકે કાઈ કરી શકે તે પહેલા જ આગે વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધું હતુ અને કાર ચાલક જીવ ગયો હતો.
કાર ચાલક વરાણા ગામના રણજીતસિંહ સિંઘવ નામ હતુ તેવુ જાણવા મળ્યુ હતુ સ્થાનીક લોકો ના જણાવ્યા અનુસાર કાર ચાલક સીટ બેલ્ટ ખોલી કાર બહાર નીકળે એ પહેલા જ તેવો આગ ની ચપેટ મા આવ્યા હતા. અને સ્થાનીક લોકો એ આગ ઓલવવા નો પ્રયાસ કર્યો હતો.
આ ઘટનાની જાણ સમી પોલીસને કરાતા સમી પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી, અને ગાડીમાં લાગેલી આગને અગ્નિશામક યંત્રથી ઓલવી ગાડીમાં ભસ્મીભૂત બનેલા રણજીતસિંહ સિંઘવની લાશનું પંચનામું કરી પીએમ અર્થે સમી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.