વિદેશ મા પટેલ યુવાનની છાતી મા ગોળી મારી હત્યા કરાઈ ! હત્યારો બીજુ કોઈ નહી પણ ત્યા નો પો..
આપણે જાણીએ છે કે, વિદેશમાં અનેક ગુજરાતીઓની હત્યા થતી હોય છે, ત્યારે હાલમાં જ પટેલ યુવાનની છાતીમાં ગોળી મારી હત્યા કરાઈ છે અને આરોપી અંગે જાણીને તમે ચોંકી જશો. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, મૃતક યુવકની ઓળખ 24 વર્ષીય કુંતજ પટેલ તરીકે થઈ છે. જે મૂળ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકા સાંઢેલી ગામનો હોવાનું જાણવા મળ્યું છે.
યુગાન્ડામાં કુંતજ માસીના ગ્રોસરી સ્ટોરમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો. કુંતજ સ્ટોરથી ઘરે જઈ રહ્યો હતો અને આ દરમિયાન જ અજાણ્યા શખસે છાતીમાં ગોળી મારીને ફરાર થઈ ગયો હતો. કુંતજના મોતના સમાચાર મળતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે.કુંતજના 4 વર્ષ પહેલા લગ્ન થયા હતા. ત્યારબાદ તે અને તેની પત્ની યુગાન્ડામાં સ્થાયી થયા હતા.
કુંતાજ હત્યાની જાણ થતાં જ યુગાન્ડા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને ઘટના બાદ સ્થાનિક પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારાને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન હત્યારો એક પોલીસ કોન્સ્ટેબલ હોવાનું સામે આવતા બધા ચોંકી ગયા હતા. આ હત્યા શા માટે કરવામાં આવી તે કારણ હજી અકબંધ છે. હાલ તો પોલીસ આરોપીની પુછપરછ કરી રહી છે.
આપણે જાણીએ છે કે, દેશ વિદેશમાં આપણા ગુજરાતીઓ વસેલા છે અને અનેકવાર આવા હત્યાના બનાવો બને છે, જે આપણા માટે દુઃખદ વાત છે. હાલમાં તો આ પરિવારે પણ ન્યાયની માંગણી કરી છે. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે મૃતકનાં પરિવારજનોને દુઃખ સહન કરવાની શકતી આપે તેમજ મૃતકની આત્મને ભગવાન શાંતિ આપે એજ પ્રાર્થના.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.