વધુ એક પટેલ યુવાન અમેરીકા જવાના ચક્કર મા છેતરાયો ! 28 લાખ ગુમાવ્યા અને અમેરિકા ને બદલે આફ્રીકા…
દરેક ગુજરાતીઓને અમેરિકા જવાનું સપનું છે પરંતુ કહેવાય છે ને કે, અમેરિકા જવું ઘણા ગૂજરાતી માટે જીવનું જોખમ બની જાય છે. હાલમાં જ એક પટેલ યુવાન અમેરીકા જવાના ચક્કર મા છેતરાઇ ગયો ! 28 લાખ ગુમાવ્યા અને અમેરિકા ને બદલે આફ્રીકા પહોંચી ગયો. આ સમગ્ર બનાવ કઈ રીતે બન્યો તે જાણીએ. આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, વર્ષ 2019ના વર્ષમાં કડીના યુવાનને અમેરિકા લઈ જવાનું કહીને આફ્રિકા સુધી લઈ ગયા અને અમેરિકાના વિઝા થઈ ગયા છે, તેમ કહીને લાખો રૂપિયા યુવાન પાસેથી પડાવી લીધા હતા. અમેરિકા તો મોકલ્યો નહીં પણ આફ્રિકાથી પાછો ભારત દેશ મોકલી આપ્યો હતો. જ્યારે પાંચ વર્ષ થઈ ગયા હોવા છતા એજન્ટો દ્વારા લાખો રૂપિયા પરત ન આપતા યુવાનના ભાઈએ કડી પોલીસ સ્ટેશનમાં બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
કડી શહેરનાનીતિન પટેલ કે જેઓ પ્રાઇવેટ કંપનીની અંદર નોકરી કરે છે. તે પરિવાર સાથે રહે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે. જેઓનો પરિચય 2019ના વર્ષની અંદર કેતુલ પુરી ગૌસ્વામી રહે કડી વાળા સાથે થયો હતો. કેતુલ તેમજ કલ્પેશ વ્યાસ રહે અમદાવાદ બંને જણા અમેરિકા મોકલવાનું કામ કરે છે.
વર્ષ 2019ના નવમાં મહિનામાં કેતુલે તેના ભાગીદાર કલ્પેશ વ્યાસ સાથે નીતિનની મુલાકાત કરાવી હતી અને 50 લાખ રૂપિયામાં અમેરિકા મોકલવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
. આફ્રિકા ગયા પછી ત્યાંથી અમેરિકાના વિઝા થાય ત્યારે 30 લાખ આપવાના અને અમેરિકા પહોંચી જાય એ પછી 20 લાખ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. નીતિન પટેલને છેતરીને આફ્રિકાના યુગાન્ડાથી અમેરિકા મોકલી આપ્યો હતો.
જે અંતર્ગત નીતિન એ અવાર નવાર કેતુલ અને કલ્પેશ પાસે ઉઘરાણી કરતા તેઓએ 28 લાખ રૂપિયા પાછા આપ્યા ન હતા. જ્યાં નીતિન કેતુલના ઘરે સન 2021ના પાંચમા મહિનામાં ગયો હતો. જે દરમિયાન કેતુલે પૈસા આપવાની ના પાડી દીધી હતી અને અપશબ્દો બોલ્યા હતા. આજ દિન સુધી પૈસા પાછા ન આપતા નીતિને કડી પોલીસ સ્ટેશન ખાતે દોડી આવી બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી.