પટેલનો દીકરો કૂતરા માટે બન્યો દેવદૂત! 10 દિવસથી મોતના મુખમાં પડેલ કૂતરાનું દિલધડક રેસ્ક્યુ કરી આ રીતે જીવ બચાવ્યો.
માનવ સેવાની સાથે જીવ દયા પણ રાખવી જરૂરી છે, સાથો સાથ જીવ દયા પણ એટલી જ જરૂરી છે. હાલમાં જ આવી એક પ્રેરણાદાયક ઘટના બની છે. અમદાવાદમાં હાલ મેટ્રોની તાબડતોડ તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે મેટ્રો સ્ટેશન પરથી રખડતો શ્વાન મેટ્રોના ટ્રેક પર જતો રહ્યો હતો. આ દરમિયાન મેટ્રો ટ્રેનની ટ્રાયલ શરૂ થવાની હતી. બીજી તરફ કૂતરાના અથાગ પ્રયત્નો છતાં એ ટ્રેક પરથી પ્લેટફોર્મ પર ચઢી શક્યો નહિ. આ ઘટના મેટ્રોના સિનિયર સેફ્ટી મેનેજર ઈન્દ્રજિતસિંહના ધ્યાનમાં આવી હતી.
જોકે ઘણા પ્રયત્નો કર્યા છતાં કૂતરાને પ્લેટફોર્મ પર લાવી શકાયું નહોતું જેથી કોર્પોરેશન જાણ કરતા પણ કોઈ ન આવતાં તેમણે સ્થાનિક રહીશોનો સંપર્ક કર્યો હતો. સ્થાનિક લોકોએ શ્રી ગણેશ ફાઉન્ડેશનના હાર્દિક પટેલનો સંપર્ક કરતાં આખરે 10 દિવસ બાદ સાડાત્રણ કલાકની ભારે જહેમત ઉઠાવીને કૂતરાનું રેસ્ક્યૂ કરાયું હતું. હદ તો ત્યારે થઈ કે કોર્પોરેશને આ શ્વાનને બચાવવા માટે સહેજ પણ રસ લીધો નહોતો.
વિજયનગર ક્રોસિંગ પાસે રહેતા જે.ડી શ્રોફે અમારી હેલ્પલાઈન પર કોલ કરીને જણાવ્યું હતું કે ક્રોસિંગ પાસે આવેલા મેટ્રો સ્ટેશનના ટ્રેક પર એક કૂતરું 10 દિવસથી ફરી રહ્યું છે. અમે ઘણા પ્રયત્નો કર્યા છતાં એને બહાર કાઢી શકીએ તેમ નથી, જેથી અમે સ્ટેશન પર પહોંચ્યા અને ત્યાં જઈને એ કૂતરાની શોધખોળ શરૂ કરી હતી.પણ ટ્રેકની કઈ બાજુ છે એની જાણ નહોતી, જેથી એને શોધવા માટે સ્થાનિકની મદદ લઈને બે ટીમ બનાવી હતી છતાં પણ બે કલાક પછી કૂતરાની ભાળ મળી.
એ કૂતરો વિજયનગર મેટ્રો સ્ટેશનના ટ્રેક પર નજરે પડ્યો હતો અને તેને બિસ્કિટ્સ એને ખવડાવીને થોડા સમય પછી એને મેટ્રોના ટ્રેક પરથી સ્ટેશન પર લઈ જઈને સ્ટેશનની નીચે ઉતાર્યો. આમ, સાડાત્રણ કલાકની જહેમત પછી કૂતરાનું રેસ્કયૂ કર્યું હતું.બીજા જ દિવસે અહીં મેટ્રોની ટ્રાયલ થવાની હોવાની તેમને જાણ થઈ હતી. જો આ કૂતરાનું રેસ્ક્યૂ સમયસર ન કરાયું હોત તો એનો જીવ જોખમમાં મુકાઈ ગયો હોત. ટ્રેકમાં 10 દિવસ સુધી ફરતું હોવાના કારણે તેના ડાબા પગમાં સામાન્ય ઈજા પહોંચી હતી. એ બાદ તેની પ્રાથમિક સારવાર કરી હતી. એ પછી તે સંપૂર્ણ રીતે સ્વસ્થ જણાતાં હાર્દિકભાઈએ એને રિલીઝ કર્યું હતું. હાર્દિક ભાઈ પોતે જ આ પ્રકારની એન.જી.ઓ ચલાવી રહ્યા છે.