પરીણીત પ્રેમી પાસેથી પ્રેમ મા દગો મળતા પટેલ યુવતી એ આપઘાત કરી લીધો ! સ્યૂસાઇડ નોટ મા લખ્યુ “સોરી મમ્મી પપ્પા..
પ્રેમ એક એવી વસ્તુ છે જે ક્યારેક લોકોને જીવવા માટે મજબુર કરી દેતી હોય છે તો અમુક વખત મરવા પર મજબુર કરી દેતી હોય છે. રોજબરોજના એવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં કોઈ યુવક અથવા તો યુવતી પોતાના પ્રેમ માટે થઇને પોતાના શ્વાસ થંભાવી લેતા હોય છે. એવામાં એક આવી જ ઘટના સામે આવી છે જેમાં પટેલ યુવતીને પ્રેમમાં દગો મળતા તેણે આત્મહત્યાની રાહ પકડી હતી અને પોતાનું જીવન ટુકાવી લીધું હતું.
જણાવી દઈએ કે આ પૂરી ઘટના મહેસાણા તાલુકાના અંબાસણ ગામમાં આવેલ કૃષ્ણનગરમાંથી સામે આવી છે. અહી રેહતા ભીખાભાઈ કીશોરદાસની 26 વર્ષીય દીકરી અપેક્ષા ઉર્ફે ચકોએ ગળાફાંસો ખાયને પોતાનું જીવન ટુકાવી લીધું હતું. મૃતક અપેક્ષા વોટરપાર્ક ખાતે આવેલ શન્કુઝ હોસ્પિટલમાં લેબ આસિસ્ટન્ટ તરીકેની નોકરી કરતી.. છ માસ પેહલા મૃતક અપેક્ષાએ પોતાના ભાઈ ઋત્વિકને કેવિન નામના યુવક સાથે પ્રેમ સબંધ હોવાનું જણાવ્યું હતું.
કેવિન ચાણસ્મા તાલુકાના જાસલપુરમાં રેહતો હતો પણ હાલ તે મહેસાણામાં વસવાટ કરે છે. એવામાં મૃતકના ભાઈ ઋત્વિકએ કેવિનની તપાસ શરુ કરી હતી જેમાં તેને જાણવા મળ્યું હતું કે કેવિન પેહલાથી જ વિવાહિત છે અને તે એક સંતાનનો પિતા પણ છે.આ વાત જ્યારે અપેક્ષાને જણાવી તો કેવિને અપેક્ષાને એવું ખોટું આશ્વાસન આપ્યું હતું કે તે તેની પત્નીને છુટાછેડા આપી દેશે અને અપેક્ષા સાથે જ રેહશે.
પણ બે દિવસ પેહલા અપેક્ષા ખુબ નિરાશા બેઠી હતી, જે પછી પરિવારજનોને અપેક્ષાએ જણાવ્યું હતું કે કેવિન તેની પત્નીને છુટાછેડા નથી આપતો અને તેની સાથે પ્રેમ સબંધ પણ રાખી રહ્યો છે.આ બાદ ભાઈ ઋત્વિક અને પરિવારજનોએ સાથે મળીને ખુબ સમજાવી હતી અને ચિંતા કરવાની નાં પાડી હતી અને આશ્વાસન આપ્યું હતું કે બધું ઠીક થઇ જશે.પણ 27 ઓકટોબરના રોજ આ યુવતીએ ઘરના ધાબે આવેલ હીચકાના કડે દોરી બાંધીને ગળેફાંસો ખાય લીધો હતો, આ બાદ પરિવારજનોને જાણ થતા તેઓએ યુવતીને તરત જ શંકુઝ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડી હતી જ્યાં ટૂંકી સારવાર દરમિયાન અપેક્ષાનું મૃત્યુ થયું હતું.
આ ઘટનાને પગલે મૃતક યુવતીના ભાઈએ કેવિન વિરુધ ફરિયાદ નોંધાવી હતી, જે પછી પોલીસે કેવિન વિરુધ દુષ્પ્રેરણ સહિતના ગુના નોંધીને તપાસ હાથ ધરી હતી. મૃતક યુવતીએ આત્મહત્યા કરતા પેહલા એક સુસાઇડ નોટ પણ લખી હતી જે પરિવારજનોને મળી આવી. આ સુસાઇડ નોટમાં તેણે જણાવ્યું કે ‘સોરી મમ્મી પપ્પા ઋત્વિક મને માફ કરજો હું આ પગલું ભરું છું મારો ચોકો આપણા ઘરે નાં કરતા કેવિન ના ઘરે કરજો…આજે બહુ મોટી દુ બનાવી છે…બધા જવાબ એના જોડે છે.’