19 વર્ષની પટેલ દીકરી એ ગળાફાંસો ખાઈ જીવન ટુકાવ્યું ! આ કારણે પિતા અંતિમ સંસ્કાર મા પણ હાજર ના રહી શક્યાં
આજકાલ આત્મહત્યાના કિસ્સાઓ ખૂબ જ વધી ગયા છે. અને તેમાં પણ પારડી તાલુકાના ધગડમાળ ગામે નિશાળ ફળિયામાં રહેતી યુવતી જે ઉદવાડા ખાતે એક લેબોરેટરીમાં નોકરી કરતી હતી. નિકિતાબેન દિલીપભાઈ પટેલ જેની ઉંમર માત્ર 19 વર્ષ હતી અને તેને પોતાના ઘરના છતના લાકડા સાથે જ ઓઢણી બાંધીને આત્મહત્યા કરી લીધી હતી.
આ સમગ્ર ઘટનામાં બુધવારે સાંજ સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ જ્યારે તેમનો પરિવાર ઊઠ્યો ત્યારે નિકિતા ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી, અને આમ પરિવારજનોમાં દોડધામ મચી ગઇ હતી. તથા તેને તાત્કાલિક ધોરણે નીચે ઉતારીને નજીકમાં જ રહેતા ડોક્ટર મહેશને ઘરે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે તેઓ ઘરે આવ્યા અને તેમણે તપાસ કરી ત્યારે તેમણે નિકિતાને મૃત જાહેર કરી દીધી હતી.
નિકિતા પોતાના માતા પિતા સાથે રહીને જ લેબોરેટરીમાં નોકરી કરતી હતી, અને નિકિતાના પિતા દિલીપભાઈ છેલ્લા ચાર મહિના અગાઉ જ પરિવારના ભરણપોષણ રૂપિયા કમાવવા માટે વિદેશ ગયા હતા, અને આમ તેમને પોતાની દીકરીના મૃત્યુના સમાચાર મળ્યા ત્યાં તેઓ વિદેશમાં હતા અને ત્યાં તેઓ ખૂબ જ પડી ભાગ્યા હતા, અને માહિતી મળ્યા મુજબ તેમના પિતા વિદેશમાં હોવાથી દીકરીના અંતિમ દર્શન માટે પણ તેઓ આવી શક્યા ન હતા, આમ તેમનો પરિવાર પણ ભારે દુઃખમાં આવી ગયો છે. એક બાજુ દીકરી નથી અને બીજી બાજુ તેના પિતા તેના અંતિમ સંસ્કાર કરવા પણ આવી શકતા નથી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. આ ઉપરાંત વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.