Gujarat

લતિફ ગેંગના સભ્ય ‘ફાઈટર’ના દીકરાએ હાઈકોર્ટને વિનંતી કરી મારા પિતા ને જેલ મા મોકલો કારણ કે…

અમદાવાદ- મોહમ્મદ ફાઈટરના નામથી ઓળખાતા મોહમ્મદ ઉમર જે એક સમયે અબ્દુલ લતીફની ગેંગના સભ્ય હતા, તેમના વિરુદ્ધ તેમના પોતાના દીકરાએ ગુજરાત હાઈકોર્ટમાં એક અપીલ કરી છે. કોંગ્રેસ પાર્ટીના પૂર્વ ધારાસભ્ય રઉફ વલીઉલ્લાહની હત્યાના કેસમાં ઉમરને આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી હતી. ઉમરના દીકરાએ કોર્ટને જણાવ્યું કે તેમના પિતા સ્વાસ્થ્યના બહાને જેલમાંથી બહાર નીકળવા માટે કોર્ટને છેતરી રહ્યા છે.19 વર્ષ જેલમાં પસાર કર્યા હોવા છતાં રાજ્ય સરકારે ઉમરની સજા સમાપ્ત ના કરવાનો નિર્ણય લીધો હતો.

ઉમરના દીકરા ઝુબૈર અહમદ દ્વારા આ સુનાવણી દરમિયાન દખલગીરી કરવામાં આવી અને તેમણે કોર્ટ સમક્ષ ચોંકાવનારી અપીલ કરી હતી.ઝુબૈર અહમદે કોર્ટને જણાવ્યું કે તેમના પિતા પાછલા ઘણાં વર્ષોથી અસત્યનો સહારો લઈને પેરોલ મેળવી રહ્યા છે. અહીં રસપ્રદ બાબત એ છે કે ઉમરના એક દીકરા જ્યારે કોર્ટને વિનંતી કરી રહ્યા હતા કે પિતાને જેલમાં પાછા મોકલવામાં આવે ત્યારે બીજા દીકરા તારિક અહમદે જજને જણાવ્યું કે તેમનો ભાઈ ખોટું નિવેદન આપી રહ્યો છે.

ઝુહૈર અહમદે કોર્ટને વિનંતી કરી હતી કે તેમના પિતાને ફરીથી જેલમાં મોકલવામાં આવે.દીકરાએ કહ્યું કે, મારા પિતા સંપૂર્ણપણે સ્વસ્થ છે પરંતુ કોર્ટને છેતરીને પેરોલ પર બહાર નીકળી જાય છે. જેલમાંથી બહાર નીકળીને તે મને મારા પરિવારને ટોર્ચર કરે છે. મારા પિતાનું બહાર આવવું માત્ર અમારા પરિવાર માટે નહીં અન્ય લોકો માટે પણ સમસ્યાનું કારણ બને છે.

વેકોર્ટે દીકરા ઝુબૈર અહમદને ચેતવણી આપી કે, જો તમારા દાવા ખોટા સાબિત થશે તો તમારા પિતા તો જેલની બહાર જ રહેશે તમારે જેલમાં જવું પડશે. શુક્રવારના રોજ હોસ્પિટલ રિપોર્ટ્સમાં સામે આવ્યું કે, ઉમરનું હૃદય અસ્વસ્થ છે. ઉમરને લકવો થયો હતો કે નહીં તે હજી ખાતરી કરવાની બાકી છે. ઉમરના કેસને ન્યૂરોલોજીસ્ટને મોકલવામાં આવ્યો છે. સોમવારના રોજ આ કેસમાં આગામી સુનાવણી કરવામાં આવશે. ઉમરના દીકરાએ કોર્ટને વિનંતી કરી છે કે, પિતાના પેરોલને કેન્સલ કરવામાં આવે જેથી તે પરિવાર પર અત્યાચાર ગુજારવાનું બંધ કરે અને ફરીથી જેલમાં જાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!