લંડનમાં ગુમ થયેલ અમદાવાદના પાટીદાર યુવકની 11 દિવસ બાદ મૃતદેહ મળી આવ્યો!! તપાસમાં થયો મોટો ઘટસ્ફોટ…
વિદેશની ધરતી પર અનેક ગુજરાતીઓ (Gujarati) કમાવવા અને અભ્યાસ માટે જાય છે પરંતુ ખાસ કરીને અનેક ગુજરાતીઓની મુત્યુ અને લાપતા થવાની ઘટના સામે આવતી હોય છે. હાલમાં જ અમદાવાદના નરોડાનો રહેવાસી કુશ પટેલ ( Kush patel) લંડનમાં લાપતા થઇ ગયો હતો અને હાલમાં જ કુશ પટેલને લઇને ચોંકાવનાર સમાચાર સામે આવ્યા છે. જેના કારણે પરિવારજનોમાં શોક ફેલાય ગયો છે. .
વીટીવીના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું હતું કે, કુશ પટેલ 9 મહિના પહેલા જ સ્ટુ઼ડન્ટ વિઝા પર ( Students visa) લંડન ગયો હતો. લંડન ગયા બાદ કુશ નિયમિત પોતાના માતા પિતા સાથે વાતચિત પણ કરતો હતો પરંતુ 11 ઓગસ્ટના (augsat)રોજ ફોન ન આવત પરિવારચિંતામાં મુકાઈ ગયા હતા અને આ કારણે તેમને તાત્કાલિક તપાસ કરાવી હતી તો કુશ લાપતા (missing)થયો હોવાની જાણ થયેલ.
કુશને અનેક જગ્યાએ શોધવા છતાં પણ કોઈ ભાળ મળી નહોતી આ કારણે વેમ્બલી પોલીસમાં કુશના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે તાત્કાલિક ( Emergency) જ શોધખોળ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી (CCTV) ફૂટેજ ચેક કર્યા હતા અને કુશનું લાસ્ટ લોકેશન લંડન બ્રિજ પાસે મળ્યું હતું પરંતુ કુશ ત્યાં પણ ન હતો.
દુઃખ ઘટના એવી ઘટી કે પોલીસને તા 19 ઓગસ્ટના રોજ રાતના સમયે લંડન બ્રિજના એક છેડેથી એક મૃતદેહ મળી આવ્યો હત પરંતુ મૃતદેહનો ચહેરો સાવ સડી ગયેલો હોવાથી ઓળખ કરવામાં મુશ્કેલીમાં મુકાઈ હતી. પોલીસે કુશ ડીએનએ અને બાયોમેટ્રિક મેળવ્યા હતા. જે મૃતદેહ સાથે મેચ થઈ ગયા હતા. જે બાદ પોલીસે આ મૃતદેહ કુશ પટેલનો જ હોવાની પુષ્ટિ કરી હતી અને આ બનાવમાં પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે કુશ આર્થિક સંકડામણના કારણે લંડન બ્રિજ પરથી આપઘાત કરેલ હશે. આ દુઃખદ ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.