શું તમે પણ વાપયો છો “PAYTM”? તો આ લેખ ખાસને ખાસ વાંચજો !! 29 ફેબ્રુઆરી બાદ થી…જાણો શું છે સમાચાર
મિત્રો સોશિયલ મીડિયા તથા ન્યુઝ પોર્ટલ તેમ જ સમાચાર પત્રો દ્વારા તમને ખબર પડી જ ગઈ હશે કે PAYTM ની હાલત કથળી રહી છે, રિપોર્ટ અનુસાર સામે આવ્યું છે કે આ કંપનીના 4 કરોડ શેર ધારકોએ પોતાના શેરને વહેંચવાની અરજી કરી છે, હવે આ પરથી જ તમે અંદાજો લગાવી લ્યો મિત્રો કે PAYTM ને કેટલો મોટો ફટકો લાગવાનો છે. આવું થવા પાછળ પણ ફક્ત એક જ કારણ જવાબદાર છે.
જો તમને ન ખબર હોઈ તો જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એટલે કે RBI દ્વારા બુધવારના રોજ PAYTM પર 29 ફેબ્રુઆરી,2024 બાદ કંપનીના બધા જ ગ્રાહકના ખાતા, પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ,વોલેટ તથા ફાસ્ટેગમાં જમા તથા ટોપ-એ કરવા પર રોક લગાવી દેવામાં આવ્યો છે. RBI દ્વારા કહેવામાં આવ્યું છે કે 29 ફેબ્રુઆરી બાદથી પેટીએમની ગ્રાહકના એકાઉન્ટમાં વોલેટ તથા ફાસ્ટેગ જેવા પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટમાં ડિપોઝીટ તથા ક્રેડિટ ટ્રાન્ઝેક્શન પર રોક લગાવી દેવામાં આવ્યો છે.
RBI દ્વારા જણાવામાં આવ્યું છે કે બચત બેન્ક ખાતું, ચાલુ ખાતું, પ્રીપેડ ઉપકરણ,ફાસ્ટેગ, નેશનલ કોમ મોબિલિટી કાર્ડ સહિતના ઉપોયગને વગર કોઈ પ્રતિબન્ધે ગ્રાહકોને આપવામાં આવવી જોઈએ, આથી જ RBI દ્વારા તાત્કાલિક જ નવા કસ્ટમરને ઓનબોર્ડ કરવાનું નિર્દર્શ કરવામાં આવ્યો છે.
હવે આવી પરિસ્થિતિ થતા દરેકનમાં મનમાં એજ સવાલ છે કે PAYTM તો ઠીક છે પરંતુ PAYTM ફાસ્ટેગનું 29 ફેબ્રુઆરી પછી શું થશે, RBI ની માર્ગદર્શિકા અનુસાર એ તો હાલ ફાઇનલ જ થઇ ચૂક્યું છે કે હવે PAYTM ફાસ્ટેગમાં રિચાર્જ તથા ટોપઅપ થઇ શકશે નહીં.