બગદાણા ધામમાં મનજી બાપાની પ્રાથૅના સભામાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને માયાભાઈ આહિર સહિત આ લોકોએ આપી ખાસ હાજરી…જુઓ તસવીરો
બગદાણા ધામની ધરતી પણ ત્યારે રડી પડી હતી, જ્યારે પૂજ્ય શ્રી બજરંગ બાપા એ સ્વધામ ગમન કર્યું હતું, વરસો પછી ફરી એકવાર બગદાણા ધામમાં આવી ઘડી આવી, જ્યારે ગ્રુરુ આશ્રમ બગદાણા ધામના અનન્ય સેવક મનજી દાદાએ અણધારી વિદાય લીધી. પોતાનું જીવન સદાય મનજી દાદાએ બગદાણા ધામ માટે સમર્પિત કર્યું, તેમની ખોટ સદાય વર્તાશે. સ્વયં પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ તેમના નિધન પર દુઃખ વ્યક્ય કર્યું હતું. મનજી બાપાના દેહ વિલય બાદ બગદાણા ધામ ખાતે ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ માયાભાઈ આહીર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલએ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવેલું કે, સૌરાષ્ટ્રની પવિત્ર સંતભૂમિ બગદાણા યાત્રાધામના મેનેજિંગ ટ્રસ્ટી, પૂજ્ય બજરંગદાસ બાપાના અંતેવાસી અને આપણા સૌના વડીલ પૂજ્ય મનજીબાપા વસંતપંચમીના દિવસે પરમાત્મામાં વિલીન થઈ ગુરુચરણ પામ્યા. બગદાણામાં યોજવામાં આવેલી પ્રાર્થનાસભામાં તેઓની દિવ્ય ચેતનાને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા. શ્રધ્ધેય મનજીબાપા સેવા, નિષ્ઠા, શિસ્ત અને સમર્પણના પ્રતીક હતા. તેમનું નિધન બગદાણાના સેવકગણ માટે અપૂર્ણીય ક્ષતિ છે. પ્રત્યેક વ્યક્તિ સાથેની તેમની આત્મીયતા અને નિ:સ્વાર્થ સમાજ સેવા ચિરંજીવ રહેશે. જન-જનના કલ્યાણ માટેની સામાજિક અને ધાર્મિક પ્રવૃતિઓ થકી આપ અમર રહેશો.
માયાભાઈ આહીરે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું કે, બગદાણા યાત્રાધામના મેનેજિંગ ટ્રસ્ટી, અને આપણા સૌના વડીલ પૂજ્ય મનજીબાપા વસંતપંચમીના દિવસે પરમાત્મામાં વિલીન થઈ ગુરુચરણ પામ્યા. બગદાણામાં યોજવામાં આવેલી પ્રાર્થનાસભામાં હાજર રહી ને પૂજ્ય મનજીબાપા ને ગુજરાત રાજ્ય માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે શ્રદ્ધાંજલિ અર્પી.
ખરેખર મનજીબાપાની અણધારી વિદાયથી ભક્તોમાં પણ ચારો તરફ દુઃખની લાગણી છવાઈ ગઈ છે, આપણે સૌ કોઈ જાણીએ છે કે મનજીબાપા આજીવન આશ્રમ માટે સતત સેવાકીય કામ કર્યા અને સાથોસાથ બાપાસીતા રામની ભક્તિમાં પણ એટલા જ અતૂટ જોડાયેલા હતા. ગુરુ આશ્રમ થકી તેમણે સદાય બાપાના જીવનમૂલ્યો અને સંકલ્પને સાકાર કર્યા.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.