રાજ્ય મા 113 PIની બદલીનો ઓર્ડર કરાયો ! સુરત શહેરના 10 PIની આ જગ્યાઓ પર થઈ બદલી…જાણો વિગતે
બોટાદના કેમીકલ કાંડ થયા બાદ બદલી નો સિલસીલો ચાલુ થયો હતો જે હજી સુધી રોકાયો નથી એમા પણ ગુજરાત મા વિધાનસભા ની ચુંટણી નજીક આવી રહી છે તેમ તેમ વિભાગીય અને વહીવટી બદલીઓનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. જ્યારે હાલ જ જાણાવા મળી રહ્યુ છે કે રાજ્ય મા ચુટણી પહેલા ની સૌથી મોટી બદલી નો ઓર્ડર કરવા મા આવ્યો છે જેમા કુલ 113 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીના ઓર્ડર જારી કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે તાજેતરમાં વડોદરામાં 6 જેટલા PI ની આંતરિક બદલી કરવામાં આવી હતી જ્યારે સુરત ની વાત કરવા મા આવે તોગણેશ વિસર્જન પહેલા 12 પીઆઈની બદલી થઈ હતી. આ તમામે ગણેશ વિસર્જન બાદ ચાર્જ છોડ્યો હતો. આજે વધુ 10 પીઆઈની શહેરમાંથી બદલી થઈ હતી.
સુરત શહેરમાં હજીરામાં ફરજ બજાવતા પીઆઈ જે.બી.બુંબડીયાની કચ્છ પૂર્વ ગાંધીધામ, ઇચ્છાપોર પીઆઈ એન.એ.દેસાઈની પોરબંદર, ટ્રાફિક પીઆઈ વી.બી.દેસાઈની બોટાદ, અડાજણ પીઆઈ એસ.જે.પંડ્યાની સાબરકાંઠા, મહિધરપુરા પીઆઈ એ.જે.ચૌધરીની અમદાવાદ ગ્રામ્ય, પૂણા પીઆઈ આર.પી.સોલંકીની રાજકોટ ગ્રામ્ય, સાયબર ક્રાઈમ પીઆઈ ટી.આર.ચૌધરીની સરહદી વિભાગ, ગોડાદરા પીઆઈ એ.ડી.ગામીતની અમદાવાદ શહેર, ટ્રાફિક પીઆઈ જે.એસ.ગામીતની રાજકોટ શહેરમાં તથા મહિલા પોલીસ સ્ટેશનની પીઆઈ એન.એચ.મોરની રાજકોટ ખાતે બદલી થઈ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.