પિતાની રીક્ષા છોડવવા દીકરા પોતાના ગલ્લા પૈસા આપ્યા! આ જોઈને પોલીસ અધિકારી દીકરાની કરુણતા જોઈને કર્યું આવું…
કહેવાય છે ને કે, જગતમાં દીકરો બાપ માટે કંઈપણ કરી શકે છે! હાલમાં જ એક એવી ઘટના બની કે તમે જાણીને ચોંકી જશો.નાના દીકરા એ પોતાના ગલ્લામાંથી પૈસા કાઢીને પોલીસને દોડીને દંડ આપવા ગયો. અને પોતાના પિતાની રીક્ષા છોડાવી! ખરેખર આ એક ઉમદા અને ખૂબ જ સરહાનીય વાત છે. તમને જાણીને નવાઈ લાગશે કે કંઈ રીતે આ દીકરા સૌનું દિલ જીતી લીધું. આજના સમયમાં લોકો દંડ ભરવાથી ભાગતા હોય છે, જ્યારે આ વ્યક્તિ સૌનું દિલ જીતી લીધું હતું.
હાલમાં જ સુત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, નાગપુરનાં એક બાળક નો મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.ટ્રાફિક વિભાગના કર્મચારીએ નિયમોના ભંગ બદલ એક ઓટો ડ્રાઇવરને રૂ. 2 હજારનો દંડ ફટકાર્યો પરંતુ ગરીબીના કારણે તેની પાસે રૂપિયા ન હોવાથી, ઓટો ડ્રાઈવર પોતાના બાળકની પિગી બેંક લઇને દંડની રકન ભરવા પોહચ્યો હતો.પોલીસે ઘટનાસ્થળે રોહિતની રિક્ષા જપ્ત કરી લીધી અને તેને દંડ ભરવાનું કહ્યું હતું.
આ તમામ ઘટનાક્રમ બાદ ડ્રાઇવર ઘરે ગયો અને પોતાના દીકરાની પિગી બેંક લઇને પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો.ઓટો ડ્રાઇવરે નો પાર્કિંગમાં રિક્ષા પાર્ક કરી હતી, જેના કારણે તેને રૂ.200નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ દરમિયાન વધુ તપાસ કરતા સામે આવ્યું હતું કે આગળ પણ રોહિત પર દંડ ફટકારાયો હતોજે તેણે હજુ સુધી ભર્યો નથી. જેના કારણે પોલીસે તેની રિક્ષા જપ્ત કરી લીધી અને દંડ ભર્યા પછી પરત લઇ જવા ટકોર કરી હતી.
જ્યારે દીકરાના ગલ્લાનાં પૈસા જોયા ત્યારે પોલીસ આશ્ચયમાં મુકાઇ ગ8 હતી.ત્યારે ડ્રાઈવર કહ્યું કે મારી પાસે આટલા બધા રૂપિયા નથી, હું ગરીબ છું; જેના કારણે મારા પુત્રનો ગલ્લો લાવ્યો છું. પોલીસ અધિકારી દિલથી દુખી થઈ ગયા અને તેમણે ઓટો ડ્રાઈવરનો દંડ પોતાના પગારના પૈસાથી ચૂકવી દીધો હતો. એટલું જ નહીં, તેણે ડ્રાઈવરના દીકરાને બોલાવ્યો અને તેનાં ગલ્લાનાં પૈસા આપ્યા. આ ઘટના સોશિયલ મીડિયામાં શેર કરી જેથી લોકોનું ધ્યાન આ બાળક તરફ દોરાયું હતું.