પીપળાના પાન છે સ્વાસ્થ્ય માટે લાભદાયક! એક પળમાં મટી જશેઆ રોગો
આપણા હિન્દૂ ધર્મમાં પીપળાને અતિ પૂજનીય ગણવામાં આવે છે તેમજ આ વૃક્ષ આયુર્વેદિક દ્રષ્ટિએ ખૂબ જ લાભદાયક છે, ત્યારે ચાલો જાણીએ કે આખરે આ પીપડાથી ક્યાં ક્યાં રોગો નાબૂદ થઈ શકે છે. આમ જોઈએ તો મુળ, પાન, છાલ, ફળ, લાખ(ગુંદર) એ પાંચેય ઔષધોમાં વપરાય છે. ભારતીય ઉપખંડ સિવાય કોઈ દેશમાં આ વૃક્ષ થતું નથી. પીપળો કડવો, તુરો, સહેજ મધુર, શીતળ, દુર્જર, ગુરુ, રુક્ષ, રંગ સુધારનાર, યોનિ શુદ્ધ કરનાર, કફ, પિત્ત, દાહ તથા વ્રણનો નાશ કરનાર છે.
પીપળાનાં પાકાં ફળ શીતળ તથા હૃદય માટે હિતાવહ છે. તે કફના અને પિત્તના રોગો, રક્તદોષ, પિત્તદોષ, વિષદોષ, બળતરા, ઊલટી, શોષ, તુષા અને અરુચિનો નાશ કરે છે. પીપળાનાં પાકાં ફળ ખાવાથી બાળકોની બોબડી ભાષા શુદ્ધ થાય છે.પીપળાની કોમળ ટીશીઓનો એક ચમચી તાજો રસ રોજ રાત્ર આપવાથી બાળકોનો અપસ્માર મટે છે. પીપળાની વડવાઈનો રસ રોજ રાત્રે આપવાથી સ્ત્રીઓને થતો હિસ્ટીરિયા મટે છે.પીપળાના પાનની નવી કળીઓનો રસ અને મધ બે બે ચમચી મિશ્ર કરી સવાર-સાંજ પીવાથી જામી ગયેલું-ગંઠાયેલું લોહી ઓગળી જાય છે.
પીપળાનાં કોમળ પાન દૂધમાં ઉકાળી સવાર-સાંજ પીવાથી પરમિયો-ગોનોરિયા મટે છે. એનાથી મૂત્રની બળતરા મટે છે અને સરળ મળશુદ્ધિ થાય છે, તથા પરુનો નાશ થાય છે. પાનની જેમ પીપળાના થડની તાજી છાલનો ઉકાળો સવાર-સાંજ પીવાથી પણ એવો જ ફાયદો થાય છે. પીપળાની લાખ અડધી ચમચી અને કોમળ પાનનો રસ મિશ્ર કરી એક ચમચી જેટલું આ ચાટણ સવાર-સાંજ લેવાથી રક્તસાવ બંધ થાય છે.પીપળાના સૂકાં ફળનું ચૂર્ણ મધ સાથે ચાટવાથી કફના રોગો મટે છે.