બાપ-દીકરાનો આ કેવો સબંધ ? ખુદ પિતાએ પોતાના લાડલા દીકરાની એટલી કરપીણ રીતે હત્યા કરાવી કે જાણી હૈયું કંપી જશે, હત્યાનું કારણ…
મિત્રો હાલ કહી શકાય કે હાલ ‘કલિયુગ’ ચાલી રહ્યું છે આથી આ કલિયુગની અંદર કાંઈ પણ થવું અશક્ય નથી, તમે રોજબરોજના અનેક એવા અનોખા કિસ્સા જોતા હશો કે વાંચતા જ હશો જેના વિશે જાણીને તમારા હોશ ઉડ્યા હશે, એવામાં હાલ એક પિતા-દીકરાના સંબંધને લજવાડી દેતો કિસ્સો હાલ સામે આવ્યો છે જેના વિશે જાણીને તમને પણ આંચકો જ લાગશે, આ ઘટનાની અંદર એક પિતાએ પોતાના જ સંતાનની હત્યા કરાવી નાખી હતી, હત્યા પાછળનું પણ એક ખુબ ચોંકાવનારું કારણ સામે આવ્યું છે.
તમને જણાવી દઈએ કે મૃતક સચિનને આરોપીએ દારૂની બોટલ માથા તથા કમરના ભાગમાં મારીને મૌતને ઘાટ ઉતારી દીધો હતો જે બાદ સચિનને માથાના ભાગમાં જોરદારની ઈંટ મારીને કપડાથી ગળું દબાવીને હત્યા નિપજાવી દીધી હતી, એવામાં આરોપીએ મૃતક સચિનના પિતા સંજીવને ઘટના સ્થળ પર બોલાવ્યા હતા અને મૃતદેહને ઠેકાણે લગાવ્યો હતો, એટલું જ નહીં લાશ તથા બાઈકને પણ એવી જગ્યાએ ઠીકાને લગાવામાં આવ્યો હતો જેથી પોલીસને પણ જાણ ના થાય.
એવામાં આ પુરી ઘટના સામે આવતા પોલીસે તપાસ હાથ ધરતા પુરી ઘટના હાલ સામે આવી હતી જે બાદ પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની પૂછતાછ શરૂ કરી હતી જેમાં આરોપીએ મોટો ખુલાસો કર્યો હતો,આરોપીએ પોતાનો આરોપ માન્યો હતો અને પિતાએ જ પોતાના દીકરાની હત્યા કહ્યું હોવાનો પણ મોટો ખુલાસો કર્યો હતો. આ ઘટનાના આરોપી તરીકે ખુદ મૃતકના પિતા સંજીવનું નામ સામે આવ્યું હતું, તથા તેના એક મિત્ર અમિતનો પણ આ હત્યામાં હાથ હતો તેવી વાત સામે આવી હતી.
સચિનની હત્યા કરવાનું કારણ સામે આવતા જાણવા મળ્યું હતું કે સચિનની પત્ની અને તેના પિતા વચ્ચે અવેધ સબંધ હોવાની વાતને લઈને ઘરમાં વિવાદ ચાલી રહયા હતા એવામાં આ વાતની જાણ સચિનને ખબર પડતા સચિને પત્ની સાથે તલાક લઇ લીધો હતો અને આ વાતને લીધે અનેક વખત ઘરમાં બાપ-દીકરા વચ્ચે હરે વિવાદ થતા એવામાં આ વાતનો જ ખાર રાખીને પિતાએ પોતાના જ દીકરાની હત્યા કરી નાખી હતી, ખરેખર આ ઘટના દરેક માટે ધ્રુજાવી દેતી જ છે.