પી.એમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ને આ ખાસ વસ્તુ ભેટ આપી ! વસ્તુ વિષે જાણી તમે પણ…
આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જે આપણા દેશને આગળ વધારવા માટે ઘણા પ્રયાસો કરે છે, અને ઘણા અભિયાનો પણ ચલાવે છે, અને સમય ની સાથે નવી ટેકનોલોજી નો પણ ઉપયોગ વધારી રહ્યા છે, મોદીજી અન્ય દેશની જેમ સ્વચ્છતા, એજ્યુકેશન ધંધાદારી, વ્યાપારી તમામ ક્ષેત્ર માં આગળ લાવવાના ખુબજ પ્રયાસો કરે છે, અને તેમની આ મહેનત થી આપણો ભારત દેશ ઘણો બધો આગળ વધ્યો છે, અને આજે વાત કરીએ તો તેવા અન્ય દેશોમાં જઈ તમામ ક્ષેત્રે મહત્વ વધારી રહ્યા છે , તેવીજ રીતે આર્થિક ક્ષેત્રે પણ સબંધો આગળ લઇ જવા માટે લાંબા ગાળાનું વિઝન અપનાવી રહ્યા છે.
મહત્વની વાત કરીએ તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લામંદિર પુતિન ભારત આવ્યા છે, અને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ હાઉસ ખાતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લામંદિર પુતિનનું સ્વાગત કર્યું હતું. અને વાત કરીએ તો ભારત-અને રશિયા વચ્ચે ૨૧ મી વાર્ષિક શિખર બેઠક છે. અને આ વાર્ષિક શિખર બેઠક માં આ બંને નેતાઓ આ સમીટ માં ભાગ લઇ રહ્યા છે. બંને ની ચર્ચાઓ ની વાત કરીએ તો મોદીજીએ કહ્યું કે કોવીડના પડકાર છતાં ભારત અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય સબંધો અને સામરિક ભાગીદારીમાં કોઈ જાતનો બદલાવ આવ્યો નથી, અને વધુમાં તેમણે એમ પણ જણાવ્યું કે વર્ષ-૨૦૨૫ સુધીમાં ૩૦ બિલિયન ડોલર ટ્રેડ અને ૫૦ મિલિયન ડોલરના રોકાણનું પણ અમારું લક્ષ્ય છે. અને વધુમાં કોવીડ ના સમયગાળામાં આપણા બંને દેશો વચ્ચે ખુબજ મહત્વપૂર્ણ સબંધ રહ્યો છે. અને આપણી સયુંકત ભાગીદારી નાં બે દાયકા પુરા થઇ રહ્યા છે.
ઉલેખ્ખનીય છે કે આ બે શક્તિશાળી નેતાઓની મુલાકાત પર સમગ્ર વિશ્વની નજર હતી, ત્યારે આ મુલાકાત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ શુભેચ્છા ભેટ રૂપે રશિયાના રાષ્ટ્રપતિ વ્લામંદિર પુતિન ને ખંભાતના આદિવાસીઓ દ્વારા નિર્મિત અકીકના પથ્થર માંથી બારીકાઇ થી કોતરણી દ્વારા તૈયાર કરવામાં આવેલ અકીકના બાઉલ્સ ભેટ આપ્યા હતા. આ બાઉલ્સ ભેટ ખુબજ સુંદર છે, અને વિશ્વમાં આ બાઉલ ની ખુબજ ડીમાંડ છે, અને આ બાઉલ ગીફ્ટ રશિયાના રાષ્ટ્પતિ જોઈ ખુબજ રાજી થયા હતા, અને આ બાઉલ ની કોતરણી ખુબજ મુશ્કેલ છે, અને આ બાઉલ નો પથ્થર મળવો ખુબજ મુશેકલ છે.
આ અમુલ્ય અનોખી ભેટ મોદીજીએ રશિયા ના રાષ્ટ્રપતિ ને આપી બંને ની મિત્રતા ખુબજ અમુલ્ય બનાવી દીધી છે, અને આ ભેટ વિશ્વના અમીરો પણ જોઇને દંગ રહી જાય તેવી છે આ બાઉલ ની ખાસિયત એ છે કે તેમાં એક પણ સાંધો નથી આ બાઉલ નો પથ્થર ખુબજ બટકણો હોઈ છે તેથી આ બાઉલ ને બનાવમાં ખુબજ કાળજી રાખવી પડે છે . અને વિશ્વના ઘણા અમીરો લોકોના રસોડામાં પણ અલભ્ય છે, ત્યારે આપણા વડાપ્રધાન એ આ ખંભાત ના અકીક નું પ્રખ્યાત બાઉલ રશિયાના રાષ્ટ્રપતિ ના ભેટ આપ્યું હતું.