રોડ અકસ્માતમાં તાપી જિલ્લાના પોલીસ કોસ્ટેબલનું ઘટના સ્થળે જ કરુણ મોત…
ઘણી વાર એવા બનાવ બને છે કે અચાનક કોઈ વ્યક્તિ અકસ્માતે મૃત્યુ પામે અને તેની આવી અણધારી વિદાય સૌ કોઈ માટે ખૂબ જ દુઃખનું કારણ બને છે આવું જ બન્યું માત્ર ત્રણ મહિના પહેલા સિદ્ધરાજસિંહ ઉડાવત ઉંમર વર્ષ ૩૧ ની બદલી અરવલ્લી થી તાપી થતા તેઓ તાપી ફરજ ઉપર હાજર થયા હતા. વ્યારા પોલીસ સ્ટેશન માં હેડ કોસ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા.
ઘટનાને દિવસે પોલીસકર્મી મિત્ર સાથે કાર લઇ કડોદરા ગયા હતાં રાત્રે પરત ફરતા સમયે દસ્તાન ઓવરબ્રિજ પાસે સ્પીડ બ્રેકર નજર ન આવતા કાર હવામાં ઉછળીને બ્રિજની દીવાલ સાથે ટકરાઈ હતી કારમાં રહેલ પોલીસ કર્મીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત થઈ ગયું હતું જ્યારે તેમની સાથે રહેલ અન્ય એક વ્યક્તિ ને ૧૦૮ મારફતે સુરત હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા.
બનાવની મળતી માહિતી મુજબ સિદ્ધરાજસિંહ કલ્યાણ સિંહ ઉડાવત ઉમર વર્ષ ૩૧ કે જેઓ વ્યારા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા તેમની બદલી અરવલ્લી મોડાસા થી ત્રણ મહિના પહેલા તાપી જિલ્લામાં થઈ હતી. રવિવારે મોડી રાત્રે પોતાના મિત્ર સાથે I20 ગાડીમાં પરત ફરી રહ્યા હતા લગભગ ૧૧ વાગ્યાના અરસામાં નવા બનેલા પુલ પાસેથી પસાર થતી વખતે સ્પીડ બ્રેકર પર નજર ન પડતા ગાડી ઉછળી બ્રિજ સાથે ધડાકાભેર ટકરાઈ હતી
જેથી ગાડીમાં બેઠેલા પોલીસ કોન્સ્ટેબલનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે તેમના મિત્રને ૧૦૮ મારફતે સુરતની સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાના સમાચાર મળ્યા છે ઘટનાની જાણ થતાં તાપી પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગળની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી. આમ અચાનક થયેલ અકસ્માત ના પગલે સમગ્ર તાપી જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું હતું.