દારુ ની હેરફેર બુટલેગરનો આવો કીમિયો જોઈ પોલીસ પણ ચોંકી ગઈ! લાખો રુપીયા નો દારુ…
ગુજરાત ના દારૂબંધી હોવા છતાં ગુજરાત માંથી લાખો રૂપિયા નો દારૂ મળી આવે છે. અને લોકો તંત્ર ને જાણ ન થાય તે રીતે દારૂ નો ધંધો કરતા હોય છે. ગુજરાત માં બહાર ના રાજ્યોમાંથી પુષ્કળ દારૂ આવતો હોય છે અને આની પોલીસ ને જાણ પણ થતી નથી. દારૂ ના ધંધો કરતા લોકો દારૂ એવી જગ્યા એ છુપાવીને રાખતા હોય છે કે તંત્ર માટે પણ દારૂ શોધવો મુશ્કિલ થઇ પડે છે.
આવી જ એક ઘટના ગુજરાત ના બારડોલી ની સામે આવી છે. દારૂ ની શોધ કરતા પોલીસ ને પણ પરસેવો વળી ગયો હતો. તમે પણ જાણી ને ચોંકી ઉઠશો. બારડોલી તાલુકાના રજવાડ ગામ ની આ ઘટના છે કે જ્યાંથી પુષ્કળ માત્ર માં દારૂ મળી આવ્યો છે. બારડોલી તાલુકાના રજવાડ ગામે ઘરના આંગણામાં પાર્ક કરેલી એક ટેમ્પામાં ગેસ સિલિન્ડરમાંથી દારૂની 1632 બોટલો મળી આવી છે.
પોલીસે 1.51-લાખનો દારૂ, ટેમ્પો અને ગેસ સિલિન્ડર મળી કુલ 3.65-લાખનો મુદ્દામાલ કબજે કરી બારડોલી ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના ને લઈને પોલીસ પણ ચુક્કી ઉઠી હતી. આ બાબતે સુરત પોલીસ ને દારૂ અંગે ની બાતમી મળી હતી. જે દરમિયાન જિતેન્દ્ર જેરામભાઈ માયાવંશીના ના ઘરે રેડ પડતા પોલીસ ને દારૂ ની બોટલો મળી આવી હતી.
પોલીસે રેડ પાડી ને સમગ્ર ઘર ની તાપસ કરી હતી પણ તેને કઈ જ મળ્યું ન હતું બાદ માં ઘર માં પડેલા ટેમ્પો તરફ શક જતા તેને તેમાં તપાસ કરતા ગેસ સિલિન્ડર ને ઉલટું કરતા તેની નીચેથી દારૂ ની બોટલો મળી આવી હતી. જેમાં કુલ 29-સિલિન્ડરો પડ્યા હતા અને તેમાંથી 24-સિલિન્ડરો ની નીચે થી કાપીને તેમાં વિદેશી દારૂ ની બોટલો સંતાડવામાં આવી હતી.
પોલીસ પણ આ જોઈ ને ચોંકી ઉઠી હતી. પોલીસ ને વધુ તાપસ કરતા જાણવા મળ્યું કે, મિહિર મુકેશભાઈ પરમારે આ ટેમ્પોમાં ગેસના સિલિન્ડરો કાપીને વિદેશી દારૂનો જથ્થો ભરી ટેમ્પો પોતાના મામા જિતેન્દ્રભાઈના ઘરે પાર્ક કરી ગયો હતો. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી. અને મેહુલ પરમારને વોન્ટેડ જાહેર કર્યો હતો.