પોલીસ બેડા મા ખળભળાટ ! એક PI સહીત 14 પોલીસકર્મી ને સસ્પેન્ડ કરાયા…જાણો શું કારણ હતુ?
હાલ ગુજરાત પોલીસ બેડા મા ખળભળાટ જોવા મળી રહ્યો છે જેનુ કારણ છે અમદાવાદ ગ્રામ્ય SP અમિત વસાવાએ મોટી કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં જિલ્લામાં 14 જેટલા પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ કાર્યવાહી અર્તગત ખોટી હાજરી પુરનાર અને પ્રોત્સાહન આપનાર એક પીઆઈને પણ સસ્પેન્સ કરી દેવામાં આવ્યા હતા.
આ 14 પોલીસ કર્મીઓ ફરજ પર હાજર ન રહેતા કાર્યાવાહી કરવામાં આવી હતી. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ પોલીસકર્મીઓ છેલ્લા એક વર્ષ કરતા પણ વધારે સમયથી હાજર ન રહેતા તેમના પર કાયદેસરના પગલા લેવામાં આવ્યા અને 14 કર્મચારીઓને સસ્પેન્સ કરી દેવામાં આવ્યા હતા
અમદાવાદમાં એસપી અમિત વસાવાએ પોલીસ કર્મી પર કામગીરીને લઈ એક મોટી કાર્યવાહી કરી હતી. આ પોલીસકર્મીઓ ફરજ બેદરકારી રીતે હાજર ન રહેતા તેના પર યોગ્ય એક્શન લેવામાં આવી હતી. છેલ્લા એક વર્ષથી પોલીસકર્મીઓ લોલમલોલ રીતે ગેરહાજર રહ્યા હતા તેના પર કાર્યવાહી કરવામાં આવી હતી અને આ કાર્યવાહીમાં એક પીઆઈને પણ ફરજમાં બેદરકારી અને અનિયમિતતા મામલે સસ્પેન્સ કરવામાં આવ્યા હતા.
આ પોલીસકર્મીમાં કોનસ્ટેબલ અને અન્ય અધિકરીઓ પર પગલા લેવામાં આવ્યા હતા. આ કર્મચારીઓની પોલીસ રેકોર્ડ પર તેમની હાજરી રહેતી હતી પણ ફિઝિકલ રીતે તે કોઈપણ રીતે તે કોઈપણ રીતે કામગીરીમાં હાજર રહેતા ન હતા જેથી તેમના પર કડક પગલા લેવામાં આવ્યા હતા. જ્યારે એક અન્ય સમાચાર રાજકોટ માથી પણ મળ્યા છે જેમા રાજકોટમાં કુવાડવા પોલીસ મથકના પીઆઇ કે.એમ. ચૌધરીને ડીજીપી આશિષ ભાટિયાએ સસ્પેન્ડ કર્યા છે. આ અંગે ચોક્કસ વિગતો સામે નથી આવી પરંતુ SMCએ કરેલ રેડના પડઘા અસર પડી હોય તેવુ લાગી રહ્યુ છે.