આ અદ્દભુત સૌંદર્ય નજારો ગુજરાત નો જ છે ! જો બે દિવસ નો પ્રવાસ કરવો હોય તો પહોંચી જાવ આ સ્થળ પર…
પોલો ફોરેસ્ટ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં અરવલ્લીની ગિરિમાળા વચ્ચે, હરણાવ નદીને કિનારે આવેલુ સ્થળ છે. આ સ્થળે ચૌદમી અને પંદરમી સદીના પ્રાચીન જૈન અને શિવ મંદીરો મળી આવેલા છે.
આ મંદીરોની બાંધણીમાં સોલંકી વંશનું સ્થાપત્ય જોવા મળે છે. પોળ એ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલો મારવાડી ભાષાનો શબ્દ છે. જેનો અર્થ ‘પ્રવેશદ્વાર’ થાય છે. ભૌગોલિક દ્રષ્ટિએ પોળો એ મારવાડ અને ઉત્તર ગુજરાતની વચ્ચેનું પ્રવેશદ્વાર છે
પોલો ફોરેસ્ટની ખાસિયત એ છે કે, ર્અહીંના મંદિરો આશરે 15મી સદીનાં છે. પોલો એક વખતે રાજસ્થાનનો ગેટ વે હતો. શાશકો દ્વારા દુશ્મનો અને નાગરિકોથી છુપાઈને આ સ્થળ બનાવામાં આવ્યું હતું. પોલો શબ્દ પોળ પરથી આવેલો છે.
ખાસ કરીને ચોમાસાની ઋતુમાં અહીં ટ્રેકિંગ કરવાની પણ બહુ મજા આવે છે. અહીં નાનું ઝરણું પણ છે. મોટાભાગે ચોમાસા સિવાયની ઋતુમાં તે સૂકું હોય છે. અહીં એક જૈન મંદિર, શિવ મંદિર અને એક કૂવો પણ છે. જૈન મંદિર અને શિવ મંદિર પર અદભુત કોતરણી કરવામાં આવેલી છે.
ખરેખર જો તમેં મિત્રો સાથે અહીંયા ફરવા જશો તો વધુ આનંદ આવશે. ખાસ વાતે કે, આ સ્થળને ગુજરાતના સરંક્ષણ વિભાગ હેઠળ આવરી લેવામાં આવ્યું છે. ફોટોગ્રાફી માટે આ સ્થળ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. અહીં માત્ર પહાડી વિસ્તાર,મંદિર અને ઝરણું નથી. પણ હાર્ણવ નદી અને ડેમ પણ આવેલો છે. આ ડેમની ઊંચાઈ આશરે 40 થી 50 મીટર જેટલી છે.
અહીંયા 35 જેટલી વિવિધતા ધરાવતા પક્ષીઓ જોવા મળે છે. જે પર્યટકો ને આકર્ષે છે. ડેમથી 5 કિમીના અંતરે પર્યટકો માટે ફોરેસ્ટ રેસ્ટ હાઉસની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. અહીં દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા પોળો ઉત્સવ યોજાય છે. જે અંતર્ગત ટ્રેકિંગ અને ફોટોગ્રાફી જેવા કાર્યક્રમો યોજાતા હોય છે.
અહીં 450થી પણ વધારે ઔષધીય વનસ્પતિઓ આવેલી છે. 275 જેટલી પક્ષીઓની જાતો ઉપલબ્ધ છે. 30 જેટલા સસ્તન પ્રાણીઓ અને 32 સરીસૃપો આવેલા છે.સામાન્ય રીતે અહીં જમવાની વ્યવસ્થા જાતે કરવી પડતી હોય છે.
જોકે આજુબાજુ આવેલા ઢાબામાં જમવાની મજા માણી શકાય છે. પરંતુ, જો તમે એક જ દિવસ માટે જઈ રહ્યા છો તો જમવાનું સાથે લઇ જવું યોગ્ય રહે છે.