સમાજ સેવક પોપટભાઈ આહીર આ ગામ થી છે ?? જુઓ પરીવાર મા કોણ કોણ અને હાલ સગાઈ કરી તે યુવતી સાથે કેવી રીતે સગાઈ નક્કી થઈ…
ગુજરાતમાં રસ્તે રઝળતા અને દુઃખી લોકોની સેવા કરનાર પોપટભાઈના અંગત જીવન વિશે આજે આપણે જાણીશું. ની સ્વાર્થ ભાવે સેવા કરનાર પોપટભાઈનું સાચું નામ રજનીભાઈ આહીર છે પરંતુ બાળપણમાં બહુ બોલકો સ્વભાવ હોવાના કારણે તેમનું હુલામણું નામ પોપટ રાખ્યું અને ત્યારથી લોકો તેમને પોપટભાઈ તરીકે ઓળખે છે. પોપટભાઈનો જન્મ અમદાવાદમાં ભગવાન નગરની ચાલીમાં જ થયો છે. પોપટભાઈના જન્મના એક વર્ષમાં તેમના પિતાનું અવસાન થયું ને પિતાની છત્રછાયા ગુમાવવી પડી.
આ દુઃખદ ઘટના બાદ ઘરની જવાબદારી તેમના મોટાભાઈ અને માતા ઉપર આવી ગઈ. પરિવારની પરિસ્થિતિ કંઈ ખાસ ન હોવાના કારણે અમે મહુવા નજીક આવેલા વાઘનગર ગામમાં દાદા-દાદી સાથે જવું પડ્યું અને લગભગ 10 વર્ષ સુધીપરિવાર ગામડે રહ્યોઘરનું ગુજરાન ચલાવવા પોપટભાઈનીમાતા સરકારી યોજના અંતર્ગત ગામમાં ખાડા પણ ખોદવા અને રસ્તાઓ બનાવવાની કામગીરી કરવા પણ જતાંત્યારે પોપટભાઈ તેમની બાજુમાં બેસતા અને રમતા. એ સમય એવો હતો કે દિવસનું કમાઈને દિવસનું ખાતા.
પૉપટભાઈ ત્રીજા ધોરણમાં આવતા ભાવનગરમાં આવેલા નંદકુંવરબા બાલાઆશ્રમમાં મૂક્યા, જ્યાં સિંગલ પેરેન્ટ્સનાં બાળકોને રાખીને ભણાવવામાં આવતાં હતાં. આશ્રમમાં રહીને ભણવાના કારણે પોપટભાઈને પુસ્તકની સાથે સાથે સમાજમાં પણ કઈ રીતે ઉપયોગી બની શકાય તે અંગેનું જ્ઞાન મળતું. આશ્રમમાં લગભગ 9મા ધોરણ સુધીનો અભ્યાસ કર્યા પછી રજનીભાઈ પરિવાર સાથે સુરતમાં સ્થાયી થયા જ્યાં તેમણે ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો ને તેઓ કોલેજમાં આવ્યા. પરિસ્થિતિમાં મોજશોખ તો દૂર પણ કોલેજ પહોંચવા ટિકિટ માટે ઘરેથી માત્ર 10 રૂપિયા જ મળતા હતા.
એક તરફ પરિવારની વધતી જવાબદારીના કારણે પોપટભાઈએ ગેસની બોટલો વેચવાનું શરૂ કર્યું. જેમાં તેમને કમિશન એજન્ટ તરીકેની કામગીરી કરી. એ પછી તો સુરતના વરાછા વિસ્તારમાં આલુપૂરીની લારીથી લઈને જેમાં સૌથી વધારે પૈસા મળતા એ કામગીરી કરવાનું શરૂ કર્યું. વર્ષ 2014નું એ વર્ષ આવ્યું. આ દરમિયાન મલ્ટિ લેવલ માર્કેટિંગની પણ શરૂઆત કરી. કોઈ પણ બિઝનેસ હોય તેમાં પૈસાની જરૂરિયાત પડે જ એટલે પોપટભાઈએ એમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાનું શરૂ કર્યું પણ નફો થવાની જગ્યાએ તેમના માથે 60 થી 65 હજારનું દેવું થઈ ગયું.
દેવું કઈ રીતે પૂરું થશે તેવા ચિંતન સાથે પોપટભાઈ મોબાઈલના બિઝનેસ સાથે સંકળાયેલા તેમના મિત્રને મળવા પહોંચે છે, એ મિત્ર તરફથી પોપટભાઈને ફાઈનાન્સિયલ સપોર્ટ તો ન મળ્યો પણ પૈસા કમાવવાનો રસ્તો જરૂરથી મળ્યો. એ મિત્રએ પોપટભાઈને મોબાઈલ એસેસરીઝ અને ટફન ગ્લાસનો ઘંઘો શરૂ કરવાનો આઈડિયા આપ્યો.
વરાછામાં આવેલી સીતાનગર ચોકડી પાસે કાઉન્ટ મૂકીને મોબાઈલના ટફન નાખવાની શરૂઆત કરી. આ દરમિયાન દરરોજના 50થી 500- 1000 રૂપિયા સુધી મળતા કારણ કે એ સમયે 100 રૂપિયાના ટફન ગ્લાસને તેઓ માત્ર 40થી 50 રૂપિયામાં નાખી આપતાં અને સમય જતા બિઝનેસ વધતાં પોપટભાઈ સુરત, ભરૂચ, કોલકાતા, ઓરિસ્સા અને રાંચીમાં પણ ટફન ગ્લાસ નાખવાનું શરૂ કર્યું અને આર્થિક પરિસ્થતિ બદલાઈ ગઈ.
જ્યારે પોપટભાઈ ટફન ગ્લાસના સ્ટોલ પર કામ કરતા ત્યારે નવરાસની પળોમાં યુટ્યૂબ અને ફેસબુક પર વીડિયો જોતા હતા. ત્યારે તેઓ વિચાર કરતા કે આવા વીડિયો બનાવવા પાછળ લોકોનો ઉદ્દેશ્ય શું છે. થોડું ઘણું સર્ચ કરતાં તેમને ખબર પડી કે જો તમે સારું કન્ટેન્ટ બનાવો તો ગૂગલ પણ તમને પૈસા આપે છે. આ જાણીને પોપટભાઈએ પણ વીડિયો બનાવવાનું શરૂ કર્યું. તેમણે સૌથી પહેલાં પોપટભાઈ ટફન ગ્લાસવાળા નામથી એક વીડિયો બનાવ્યો ત્રણ વર્ષ સુધી સફળતા ન મળી.
એક વાર તેઓ પોતાના મિત્રો સાથે વીડિયો બનાવવા સુરતના મહારાણા પ્રતાપ ઉદ્યાન પહોંચ્યા. જ્યાં તેમણે એક માજીને પાણીની બોટલ વેચતાં જોયાં એટલે એમની પરિસ્થિતિ જોઈને તેમની પાસે ગયા અને તેમની સાથેની વાતચીતનો વીડિયો બનાવ્યો, પણ એ વીડિયો પણ યુટ્યૂબમાં ન ચાલ્યો. એટલે વીડિયોને ફેસબુકમાં મૂકવાનું વિચાર્યું અને 6 અને 18 મિનિટ વિડીયો મુકતા ખૂબ જ વાઈરલ થઈ ગયો અનેબસ એ સમય પોપટભાઈએ માટે સારો સાબિત થયો અને જીવન બદલાઈ ગયું.
પોપટભાઈના જીવનની હવે નવી શરૂઆત થઈ. પોપટભાઈએ રોડસાઈડ પર રહેતાં લોકોને નવડાવા ધોવડાવાથી લઈને તેમને કપડાં અને ભોજન પૂરું પાડવાની શરૂઆત કરી અને તેના વીડિયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર મૂક્યા.આ પ્રકારનું કન્ટેન્ટ પહોંચવાના કારણે કોલની આવવાની સંખ્યામાં પણ વધારો થવા લાગ્યો. આ કામગીરીને હવે તેમણે એનજીઓ થકી કરવાનો નિર્ણય કર્યો અને આ એનજીઓ દ્વારા અનેક લોકોની મદદ કરે છે.
હાલમાં તેઓ મહુવા ભાવનગર હાઈવે ઉપર સોશિયલ મીડિયા આશ્રમ બનાવી રહ્યા છીએ. જેમાં ત્રણ માળની ઈમારત ઊભી થશે અને અહીં લગભગ 700 થી 800 લોકો એકસાથે રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. લગભગ 15 કરોડથી વધુના ખર્ચે તૈયાર થનાર આ આશ્રમના નિર્માણ માટે પોપટભાઈએ ફંડ પણ ઉઘરાવ્યું નથી જે સામેથી આપે છેએમની સેવા લીધી છે.
હાલમાં જ પોપટભાઈની સગાઈ થઇ છે, આ યુવતીનું નામ પાયલ છે, જે મૂળ તળાજા નજીક આવેલા પાવઠી ગામનાં વતની છે અને હાલમાં સુરતમાં તેઓ પોતાના પરિવાર સાથે રહે છે અને ગવર્નમેન્ટ પરીક્ષાઓની તૈયારી કરે છે પોપટભાઈની પાયલ સાથે પહેલી મુલાકાત મારાં પરિવારજનોએ કરાવી હતી. પોપટભાઈએ પહેલાથી જ વિચાર્યું હતું કે, મારે એવા પાત્ર સાથે લગ્ન કરવા છે કે જે મને જીવનમાં આગળ વધવા માટેની પ્રેરણા આપે, ખરેખર પાયલ ખૂબ જ દયાળુ અને લાગણીશીલ છે. તેની ભાવના પણ ખૂબ જ સારી છે. એટલે હવે તેઓ અમારી સાથે જોડાયાં છે ત્યારે તેમના થકી સમાજને શું મેસેજ આપી શકીએ છીએ તે એ સૌથી મોટી વાત છે.
જયારે પોપટભાઈની પહેલી મુલાકાત પાયલ સાથે થઈ ત્યારે તે મને ન તો નામથી કે ન તો સોશિયલ મીડિયાથી ઓળખી શક્ય કારણ કે તેઓ સોશિયલ મીડિયામાં એક્ટિવ જ નથી. જેથી પોપટભાઈએ ને ખૂબ જ ગમ્યું.પોપટભાઈએ પાયલના સ્વભાવની પરીક્ષા કરવા માટે રેસ્ક્યુમાં સાથે લઈ ગયા.. જ્યાં એ ભાઈ પેન્ટમાં જ પેશાબ કરતા હતા. તેમના શરીરમાંથી અને મોંમાંથી દારૂની દુર્ગંધ મારતી હતી. છતાં આખા રેસ્ક્યુ દરમિયાન જરા પણ પાયલે કોઈ ફરિયાદ નથી કરી. આ જોઈને પોપટભાઈને ખૂબ જ ખુશી થઈ હતી. પાયલનો લોકહિતનો સ્વભાવ પણ ખૂબ જ ગમ્યો અને તેના આધારે જીવન સાથી તરીકે પસંદગી કરી.