લોકપ્રિય કિરણ ગજેરા હવે લોક ડાયરાબાદ કરશે માનવસેવા! લાખો રૂપિયાનું દાન આપી બન્યા આ સંસ્થાના ટ્રસ્ટી…જાણૉ વિગતે
ગુજરાતના લોકપ્રિય ગાયિકા કિરણ ગજેરાએ એ સરાહનીય કાર્ય કર્યું છે તેમજ સેવાકીય કાર્યમાં પણ જોડાયા છે. ચાલો અમે આપને વિગતવાર માહિતી આપીએ. હાલમાં જ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે, ગુજરાતના લોકપ્રિય ગાયિકા કિરણ ગજેરા મુસ્કાન ફેમીલી ચેરીટેબલ ટ્રસ્ટમાં રૂપિયા ૧,૧૧,૧૧૧/- નું ડાનેશન આપી ટ્રસ્ટીમાં જોડાયા છે. ખરેખર આ એક ખુબ જ સરાહનીય વાત છે તેમજ વખાણવા લાયક કાર્ય છે. આજના સમયમાં લોકો સેવાકીય પ્રવુતિઓ માટે ભાગ્યે જ યોગદાન આપતા હોય છે.
આજના સમયમાં સેવાકીય કાર્ય કરવું એ ખુબ જ કઠિન છે, કારણ કે ભાગ્યે જ કોઈ વ્યક્તિમાં માનવતારૂપી ગુણ હોય છે. કિરણ ગજેરા દ્વારા અનેકવાર સેવા અને ધર્મના કાર્યમાં લાખો રૂપિયાનું દાન આપવામાં આવે છે, ત્યારે ફરી એકવાર તેમણે મુસ્કાન ફેમિલીમાં દાન આપીને ટ્રસ્ટી તરીકે કાર્યભાર સંભાળશે. ખરેખર કિરણ ગજેરાના જેટલા પણ વખાણ કરીએ એટલા ઓછા છે, તેમના આ સરહાનીય કાર્ય બદલ અને ટ્રસ્ટી પદે નિમણુંક થતા સૌ કોઈ તેમને અભિનંદન પાઠવી રહ્યા છે.
કિરણ ગજેરા વિષે અમે આપને ટૂંકમાં પરિચય આપીએ તો,કિરણ ગજેરાનો જન્મ મરેલી ગામમાં થયેલ અને કિરણના પિતા ડ્રાઇવરની નોકરી કરતા હતા. સાત સભ્યોના પરિવારની આર્થિક પરિસ્થિતિ જોતા કિરણ ગજેરાએ 13 વર્ષની ઉંમરે અમરેલી થી ગાવાની શરૂઆત કરી હતી.આજે તેમના ભજન લોક ગીતો, લગ્નગીતો માટે ખૂબ પ્રખ્યાત છે. તેના ડ્રાઇવર પિતાને મદદ કરવા કિરણે બાળપણમાં જ નક્કી કરી લધું હતું કે તે ગાયિકા બનશે.
આજે તેઓ દેશ વિદેશોમાં દરેક અવસરે અને પ્રસંગોમાં ગીત ગાઈને લોકોને મંત્રમુગ્ધ કરી દે છે. તેઓ આજે કાર્યક્રમ માટે 70 હજારથી 1.50 લાખનો ચાર્જ લે છે.સૌથી મહત્વની વાત એ છે કે, પરિવારની મદદ માટે આ ક્ષેત્રે આગળ વધ્યા બાદ પહેલા કાર્યક્રમ માટે 60 રૂપિયા ફી મળી હતી અને આજે તેઓ દેશ વિદેશમાં સંગીતની રમઝટ બોલાવી રહ્યા છે. ખરેખર કિરણ ગજેરાએ શૂન્યમાંથી સર્જન કર્યું છે અને આજે તેમાં કાર્યના લીધે સફળ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.